October 12, 2024

*જાગતે રહો.*   *બોડેલી વિસ્તારમાં ચોરીના ડરથી ફફડાટ ગ્રામજનો લાકડી અને બેટરી લઈ રાત્રે કરે છે ઉજાગરા*

Share to

બોડેલી તાલુકા ના ગામો માં ચોરી ના ફફડાટ સાથે ગ્રામજનો એ ટોળકી બનાવી રાત્રિ ફેરી ફરવા માટે નું ગામેગામ આયોજન થયું છે. જેથી હાવે બોડેલી સાથે જિલ્લા પોલીસ તંત્ર એ પણ સત્તત પોલીસ વાન રાત્રિ દરમ્યાન મુખ્ય અને આંતરિક રસ્તાઓ માં દોડતી રાખે તેવી માંગ ઉઠી છે.
બોડેલી માં મોબાઈલ ચોરી ના બનાવ સાથે આસપાસ ના ગામડાઓ માં ચોર ગેંગ આવતી હોવાનો મેસેજ ફરતો થતાં લોકો માં ભય નું વાતાવરણ સર્જાયું છે. રાત પડે એટલે યુવાનો હાથ માં ટોર્ચ અને લાકડી લઈને ગામ માં ફેરો મારતા રહે અને જાગતાં રહો તેમ હાકલ પાડતા રહે છે.
જૂની બોડેલી, સિમરીયા , મુલઘર જેવા અનેક ગામો માં ચોર ટોળકી આવતી હોવાનું જાણવા મળતા ભય નો નાહોલ સર્જાયો છે.
બોડેલી ના મુખ્ય રોડ પર ચોરી થતી હોય ત્યારે છેવાડે આવેલી સિસાયટી ના રહીશો તો રાતે ઊંઘી પણ શકતા નથી.
આવા સંજોગો માં બોડેલી પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધારવું જોઈએ અને જિલ્લા પોલીસે મુખ્ય રસ્તાઓ પણ નાકાબંધી કરી સત્તત પોલીસ વાન ફરતી રાખવી હોઈએ. તેવી માંગ ઉઠી છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to