શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક નાઓ તથા શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ગત તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ કલાક ૧૮/૪૫ વાગે કવાંટ પોલીસ સ્ટેશનમાં કવાંટ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નં. 11184006240886/2024 ભારતીય ન્યાય સહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧), ૩૦૯(૬), ૩૩૨(8) તથા GP Act કલમ ૧૩૫ મુજબનો લુંટ સાથે ખુનનો ગુનો નોંધાવા પામેલ. જે ગુનાની હકીકત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ગામે રહેતા વૃધ્ધ દંપતી (૧) ગનજીભાઈ રામલાભાઈ જાતે રાહવા આશરે ઉવ. ૭૦ (૨) ચીમટીબેન W/O ગનજીભાઈ સમલાભાઈ જાતે રાઠવા આશરે ઉવ.૬૮ નાઓ તા. ૨૦/૦૮/૨૦૨૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સમયે પોતાના રહેણાંક ઘરમાં ઉંઘતા હતા જેઓની બીજા દિવસે ઘરની બહાર હિલચાલ ન જણાતા તેમની બાજુમાં રહેતા તેમના નાનાભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ જાતે રાઠવા ઉવ.૫૦ ધંધો ખેતી રહે પીપલદા ઝરી (નિશાળ) ફળીયુ તા કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓ તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ તેમના મોટાભાઈ ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને દેખવા સારૂ ગયેલ અને જોવેલ તો તેમના મોટાભાઈ (૧) મરણજનાર ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉવ.૭૦ તથા (૨) મરણજનાર ચીમટીબેન W/O ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉવ.૬૯ બંન્ને રહે. પીપલદા ઝરી(નિશાળ) ફળીયુ તા.કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓ પોતાના રહેણાંક ઘરમાં ખાટલામાં ઉપતા હતા તે વખતે કોઈ અજાણ્યો ઈસમ મરણજનાર ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને માથાના પાછળના ગરદનના ભાગે કોઈ તિક્ષણ હથિયાર વડે ઉપરાછાપરી ચાર-પાંચ ઘા મારી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ તેઓની પત્ની ચીમટીબેન ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને પણ માથાના પાછળના ભાગે ગરદન ઉપર તથા માથામાં ઉપરના ભાગે તેમજ ડાબા હાથની કોણીના ભાગે કોઈ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા ડાબા હાથના પંજાની ટચલી તેમજ તેની બાજુની આંગળી તેમજ બન્ને પગોના પંજા એડીના ઉપરના ભાગેથી કોઈ પણ તિક્ષ્ણ હથિયાર વડે કાપી છુટા પાડી દઈ તેના બન્ને પગમાં પહેરેલ ચાંદીના કલા જેનું આશરે વજન 500 ગ્રામ કિં.રૂ.૫૦,000/- ની લુંટ કરી સ્થળ ઉપર બન્ને જણાનું મોત નિપજાવી નાશી ગયેલ હતો જે અંગેની ફરીયાદ મરણજનારના નાનાભાઈ વિઠ્ઠલભાઈ સમલાભાઈ જાતે રાઠવા ઉવ. ૫૦ ધંધો ખેતી રહે.પીપલદા ઝરી(નિશાળ) કળીયુ તા કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓએ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ જે અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા સારૂ ઉપરી અધિકારીશ્રી નાઓની મળેલ સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી તથા કવાંટ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી હાથ ધરેલ હતી અને ગામમાં બનાવ સંબંધીત તમામ સાહેદો તપાસેલ અને ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ ના આધારે ઉડાણ પુર્વક તપાસ કરી મળેલ ચોક્કસ હકિકત આધારે પિપલદા ગામે રહેતા અને અગાઉ ઘરફોડ ચોરી અને મારામારી ના ગુનામાં સંડોવાયેલ આરોપી વિકેશભાઈ અરશુભાઈ રાઠવા નાઓ તથા ગિન્દાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી ધનિષ્ટ પુછપરછ કરવામાં આવેલ જે દરમ્યાન તેઓ આ ગુનો પોતે કરેલ હોવાની કબુલાત કરતા તેઓ બન્નેને તા.૨૪/૦૮/૨૦૨૪ ના રોજ ગુનાના કામે અટક કરેલ અને તેઓ પાસેથી ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથીયાર કુહાડી તેમજ દાતરડી(પાળીય) તથા બનાવ સમયે પહેરેલ કપડા કબજે કરેલ અને તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે. આમ કવાંટ તાલુકાના પિપલદા ગામે થયેલ વૃધ્ધ દંપતીના લુંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં સંયુક્ત રીતે ભેદ ઉકેલી નાખવામાં કવાંટ તેમજ એલ.સી.બી.શાખાની પોલીસ ટીમને સફળતા મળેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન