November 21, 2024

ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ સુ. શ્રી. શાહમિના હુસેનના અધ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ *

Share to

પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કર્યા

**
*વર્તમાન સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા
***
ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ સુ.શ્રી શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ વરસાદની પરિસ્થિતિને પગલે ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીથી પ્રભારી સચિવને વાકેફ કર્યા હતા. જિલ્લામાં સામાન્ય નાગરિકો સુધી સિધા પહોંચી શકાય તે માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્નારા શરૂ કરાયેલી વોટ્સ અપ ચેનલની જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી, પાણી પુરવઠા, પશુમૃત્યુ, આરોગ્ય, જિલ્લાના તમામ રોડ રસ્તાની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
હવામાન વિભાગના અનુસાર ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતને અનુલક્ષીને વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા પ્રભારી સચિવશ્રીએ સૂચનાઓ આપી હતી. જીલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી પશુપાલન, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ, નગરપાલીકા, અને પ્રાંત ઓફિસરો અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, સાફસફાઈ સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિત તકેદારીના પગલાં ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, જેટકો અને ડીજીવીસીએલ સંકલનમાં રહી સૂચારું રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા પ્રભારી સચિવશ્રીએ આદેશ આપ્યો હતો.
જીલ્લા કલેકટશ્રી તુષાર સુમેરાએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ અધિકારીશ્રીઓને પ્રવર્તમાનપરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીના તમામ પગલાં ભરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રી પી. આર. જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાંધલ, પ્રાંત અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી,માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, જેટકો તથા ડીજીવીસીએલના અધિકારીશ્રીઓ તેમજ અમલીકણ અધિકારીગણ અધિકારીઓશ્રીઓ હાજર રહ્યા હતા.


Share to

You may have missed