December 5, 2024

ભારે વરસાદની પરિસ્થિતીમાં પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત

Share to

ઢાઢર નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા સાવચેતી માટે જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીસંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ સ્પેશ્યલ ત્રણ અધિકારીશ્રીઓને કામગીરી માટે હુકમ કર્યો

ભરૂચ – બુધવાર – હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અતિ ભારે (રેડ એલર્ટ) વરસાદની આગાહી જાહેર કરવામાં આવેલ છે. ભરૂચ સહિત જિલ્લામાં છેલ્લા ૨ – દિવસથી અતિ ભારે વરસાદની પરિસ્થિતી તેમજ ઢાઢર નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીનું જળસ્તર વધી રહ્યુ છે. જેનાથી આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થાય છે.
આ ગામોમાં આપત્તિની પરિસ્થિતી ન સર્જાય તે માટે રાહત બચાવની કામગીરી કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પેશ્યલ ત્રણ અધિકારીશ્રીઓને તેને લગતી આનુષંગીક કામગીરી માટે આજરોજ હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એમ.એન.ડોડીયાને આમોદનો ચાર્જ,ભરૂચ કલેકટર સ્ટેમ્પ ડયુટી શ્રી નિકુંજ પટેલને જંબુસરનો ચાર્જ અને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ શ્રી કે.કે, પટેલને આમોદ તથા જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી આમોદ તથા જંબુસરની કામગીરીનું સંકલિત સુપરવિઝનની કામગીરી માટે ક્લેક્ટર કચેરી ભરૂચ દ્વારા હુકમ કરવામાં આવે આવ્યો છે.
વધુમાં, આમોદ અને જંબુસર તાલુકાના લોકોએ ગભરાવવાની જરૂર નથી. ભરૂચ વહિવટી તંત્ર હરહમેશ નાગરિકોની પડખે ઉભુ છે.ઢાઢર નદીનું જળસ્તર વધતા નીચવાસમાં પાણીનું સ્તર વધવાની સંભાવના હોઈ લોકો એ નદીના પટમા અવર જવર ન કરવા અનુરોધ કરાયો છે.


Share to

You may have missed