તૂટેલા પુલના કારણે ભારે વરસાદ માં પુલ પરથી પાણીના વહેણ વહેતા ગ્રામજનોને ભારે હાલાકીઓનો કરવો પડી રહેલો સામનો
સામાન્ય વરસાદ પડે તો પણ તાલુકા મથક સાગબારા સાથે સંપર્ક કપાય જાય છે
કરોડોના ખર્ચે સાગબારા થી મોવી મકરાણ માર્ગ બન્યો તો ખરો પરંતુ આ તૂટેલા પુલને પગલે એક કિમિ અધુરો છોડી દેવાયો, કોના છુપા આશીર્વાદના પ્રતાપે ?
શુ ગરીબ આદિવાસી પ્રજાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમા કોઈને વાંધો ખરો ?
સાગબારા તારીખ 27,8,24
સાગબારા તાલુકામાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મોવી મકરાણ ગામ વચ્ચે થી પસાર થતી નદી પર બે વર્ષ અગાઉ તૂટેલા પુલને કારણે નદીમાં હાલ પાણીની આવક વધવાના કારણે રસ્તો બંધ થઈ જતા શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને વાલીઓએ પોતાના ખભા ઉપર બેસાડીને જીવ ના જોખમ પુલ પસાર કરાવવા મજબુર બન્યા છે.મોવી ગામના સરપંચ દ્વારા આ તૂટેલા પુલ બાબતે વારંવારની લેખિત રજૂઆતો કરી હોવા છતાં આદિવાસી વિસ્તારની સમસ્યાઓ તંત્રના બહેરાકાને સંભળાતી નથી કે પછી જાણી જોઈને સાંભળવામાં આવતી નથી?
સાગબારા તાલુકાના મકરાણ અને મોવી ગામમાં જવા આવવા માટે વિદ્યાર્થીઓ ,ગ્રામજનો તથા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, એક વર્ષ અગાઉ જ કરોડો રૂપિયાના ખર્ચે સાગબારાથી મોવી સુધી નો રસ્તો મંજૂર થયેલ હતો જે જેમતેમ કરીને પૂર્ણ કરાયો હતો, ત્યારે તેમાં પણ મોવી ગામમાં પહોંચવા માટે લગભગ 1 કિલોમીટર જેટલો રસ્તો અધૂરો છોડી દેવામાં આવ્યો છે.તેના માટે કોન્ટ્રાક્ટર ને કોના છુપા આશીર્વાદ? અને અધૂરામાં પૂરું ત્યાં જ મકરાણ ગામ પાસે એ જ રસ્તા પર પાઇપનાળું (પુલ) 2 વર્ષ અગાઉથી તૂટી ગયેલ છે જ્યાંથી અવર જવર માટે લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.ત્યારે મકરાણ અને મોવી ગામ વચ્ચે થી વડલીપાણી નદી પસાર થાય છે જેથી આ જ ગામના બાળકો ને શાળાએ જવા માટે વાલીઓએ પોતાના ખભા ઉપર બેસાડીને જીવ ના જોખમે એક કિનારે થી બીજા કિનારે મૂકવા જવું પડે છે અને તાલુકા મથકે જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
સાગબારા તાલુકામાં સમાવેશ મોવી મકરાણ ગામમાં 100 ટકા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.અને ચોમાસા દરમિયાન આ મોવી અને મકરાણ ગામ વચ્ચે થી પસાર થતી વડલીપાણી નદીમાં
વરસાદી પાણી ન વહેણ આવી જતા લોકોએ ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. મોવી ગામની વસ્તી આશરે 1900 જેટલી છે.મકરાણ ગામમા ધોરણ 1 થી 5 ની શાળા આવેલી છે જ્યારે મોવી ગામમાં ધોરણ 6 થી 9 સુધીની શાળા આવેલી છે.અને ધોરણ 10 થી 12 તેમજ કોલેજના અભ્યાસ માટે સાગબારા સુધી જવું પડે છે. મતલબ કે એક બાજુના ગામમા પ્રાથમિક શાળા અને બીજી બાજુના ગામમાં માધ્યમિક શાળા છે.ત્યારે શાળાએ જતા અને આવતા બાળકોના વાલીઓએ પણ પોતાનો જીવ જોખમમાં મુકવો પડે છે. ત્યારે મકરાણ ગામના બાળકોના વાલીઓએ વરસતા વરસાદમાં પોતાના બાળકોને પોતાના ખભા ઉપર બેસાડીને જીવ ના જોખને તૂટેલા પુલ પરથી ઘૂંટણ સમા પાણીમાં નદી પાર કરાવીને શાળાએ મોકલવા મજબુર બન્યા છે, છતાં તંત્રના બહેરાકાને આદિવાસી સમાજના લોકોની માંગણીઓ સંભળાતી નથી કે નજરે દેખાતી નથી.
અધૂરામાં પૂરું તો ત્યાં છે કે વર્ષો પહેલા જ્યારે અહીં કાચો અને સિંગલ રસ્તો હતો ત્યારે બસ સુવિધા ઉપલબ્ધ હતી.હવે જ્યારે અહીં પાકો અને પહોળો રસ્તો બનાવાયો છે ત્યારે બસ સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. મોવી મકરાણ ના ગ્રામજનો ,શાળા કોલેજે જતા વિધાર્થીઓએ ખાનગી વાહનો છકડા માં જીવ ના જોખમે બેસીને કે પછી ચાલીને 10 થી 12 કિમિ સાગબારા સુધી જવા મજબુર બન્યા છે અને તેવામાં ભારે કે અતિભારે વરસાદ પડે કે સામાન્ય વરસાદ પડે તો પણ આ પુલ ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. તાલુકા મથક સાગબારા ખાતે સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે જતી જનતાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શુ વિકાસના વાતો કરતી સરકારને અહીંની સમસ્યાઓ દેખાતી નથી ? કે પછી સ્થાનિક અધિકારીઓ દ્વારા આદિવાસીઓના વિકાસ માટે આવતી ગ્રાન્ટોને અન્ય જગ્યાએ વાપરીને સરકારની આંખોમાં ધૂળ તો નથી નાખી રહ્યા ને ?
ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બંને ગામોની વચ્ચે થી પસાર થતી આ વડલીપાણી નદી પર વર્ષો પહેલાં પાઇપો નાખીને પુલિયુ બનાવાયું હતું.જે બે વર્ષ અગાઉ ભારે વરસાદને કારણે ધોવાણ થયુ હતું, હવે ચોમાસા દરમિયાન જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે નદીમાં પાણીનું વહેણ વધતા પુલિયા ઉપર થઈને પાણી વહેતા રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે ગ્રામજનોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ હલાકીઓ વેઠવી પડે છે.ત્યારે આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કાયમી ધોરણે આ વડલીપાણી નદી પર ઊંચો પુલ બનાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અને એસટી વિભાગ દ્વારા પણ અહીં બસ સેવા પુનઃ શરૂ કરે તેવી માંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા માટે કેટલો સમય લે છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.