November 21, 2024

થવા ગામની આદિવાસી મહિલાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડથી સન્માનિત કરાયા વર્લ્ડ વુમન લીડરશિપ કોંગ્રેસ અને સી.એમ.ઓ એશિયા દ્વારા કાયઁક્રમ યોજાયો

Share to

તા.25/08/2024 નેત્રંગ.

નેત્રંગ તાલુકાના થવા ગામમાં કાયઁરત કૃષ્ણ આશ્રમ શાળાના આચાર્ય તરીકે રંજનબેન વસાવા છે.સાથે-સાથે માનવીય મુલ્યોના ઘડતરનું કાર્ય આદિવાસી વિસ્તારમાં કરે છે.જેમાં મહિલા સશક્તિકરણ માટે શિબિરો કરવી,સેલ્પ હેલ્પ ગ્રુપ બનાવી ઉધોગ સાહસિક્તાની તાલીમો અપાવવી,રોજગાર-ટેકનોલોજી સાથે બહેનોને જોડવા,જરૂરીયાતમંદ બાળકો-શાળાઓને ભૌતિક સુવિધા પ્રદાન કરવી,કોવિદ-૧૯ કટોકટીભયૉ સમયમાં મેડિસીન,અનાજ કિટ,ફુડ પેકેટ છેવાડાના ગામોથી સુધી પહોંચાડ્યા હતા.ખેડુતોને જાગૃત કરી તાલીમ આપી ઓગ્રેનિક ખેતી તરફ વાળી તેઓનું જીવનધોરણ ઊચું આવે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા

આદિવાસી વિસ્તારમાં રંજનબેન વસાવા છેલ્લા કેટલાક વષૉ સેવાકીય પ્રવૃત્તિઓની કામગીરીથી પ્રભાવિત થઈને અમદાવાદની તાજ હોટલમાં આયોજીત કાયઁક્રમ આદિવાસી મહિલા રંજનબેન વસાવાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા પરીવારના સભ્યો-આદિવાસી વિસ્તારમાં આનંદ લાગણી પ્રસરી જવા પામી છે

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed