October 12, 2024

એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી કરાલી પોલીસ

Share to

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર શ્રીઓને ગેરકાયદેસરની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત- નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવીઝન બોડેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ શ્રી આર.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કરાલી પોલીસ સ્ટેશન નાઓએ અ.હે.કો રાકેશભાઈ જેશીંગભાઈ તથા અ.હે.કો જીજ્ઞેશભાઈ કામરાજભાઈ તથા અ.હે.કો જયપાલસિંહ નારણસિંહ તથા પો.કો પરેશકુમાર બાબુભાઈ તથા પો.કો મેહુલકુમાર જયંતિલાલ એ રીતેના પોલીસ કર્મચારીઓ સાથે મળેલ બાતમી હકીકત આધારે, મોજે પાણીબાર ગામે રહેતા વેચાતભાઈ કેશલાભાઈ રાઠવા નાઓ પોતાની સાસરી બોરધા ગામે એક દેશી હાથ બનાવટનો તમંચો લઈને આવેલ છે.જે હકીકત આધારે બોરધા ગામે વેચાતભાઈ રાઠવા નાઓની સાસરી જણતીબેન W/O રેમનભાઈ રાઠવા નાઓના ઘરે જઈ તપાસ કરતા તેમના ઘરે વેચાતભાઈ રાઠવા નાઓ હાજર મળી આવેલ હોય.જેથી તેની અંગ ઝડતી કરતા એક સીલ્વર કલરનો વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવેલ.ત્યારબાદ ઘરની અંદર તપાસ કરતા તીજોરીની ઉપરના ભાગે લીલા કલરની કાપડની થેલીમા તેના પોતાના કપડા ભરેલ હોય.જેથી તે કપડા બહાર ખોલી જોતા તેની અંદરથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ હોય.જે તમંચાની કિંમત રૂપીયા ૫,૦૦૦/- તથા તેની અંગ ઝડતી માથી એક મોબાઈલ મળી આવેલ હોય જેની કિંમત રૂપિયા ૪૦૦૦/- મળી કુલ કિમત રૂપીયા ૯૦૦૦/- નો મુદ્દામાલ ગેરકાયદેસર અને વગર પાસ-પરમીટે પરવાના વગરનો મળી આવતા તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટકાયત કરેલ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to