*લોકેશન.નલિયા*
*સૌપ્રથમ રાતા તળાવ ઓધવરામ ટ્રસ્ટના સ્થાપક શ્રી મનજી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી .*
*ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કે.ડી. મહેશ્વરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.*
*તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વાલીઓને પરિચિત કરાવ્યા હતા અને શાળામાં થતી અનેકવિધ પ્રવૃત્તિઓ થી વાલીઓને માહિતગાર કર્યા હતા. શાળામાં ખૂટતી કડીરૂપ સીસીટીવીની માંગણી પણ મુકવામાં આવી હતી જેને કચ્છ કેસરી મનજી બાપુ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી એ માંગણીને તાત્કાલિક પૂરી કરવાની ખાતરી પણ આપી હતી.*
*ત્યારબાદ એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા મનજી બાપુને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રશીયાથી એમબીબીએસ નું અભ્યાસ પૂર્ણ કરી નલિયા ની દીકરી કટુવા મીનલબેન લાલજીને ધરમશી જીવરાજ નરશી મંગે દાતા પરિવાર વતી મૂળજીભાઈ કચરાજ તેમજ તેમના ધર્મપત્ની રામાબાઈ દ્વારા સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.*
*માધવજી ખીચડા દ્વારા શાળા પરિવાર ના સન્માન ની ઈચ્છા વ્યક્ત કરી હતી. મનજીબાપુ દ્વારા શાળા પરિવાર તેમ જ એસએમસીના પ્રમુખ ઉમેશભાઈ અને ઉપપ્રમુખ ભીખુભા નું સાલ તેમજ પાઘડી દ્વારા સન્માન કર્યું હતું.*
*એડવોકેટ શ્રી લાલજીભાઈ દ્વારા પોતાની દીકરીના વિદેશ અભ્યાસ સંદર્ભે પોતાના અનુભવ વર્ણવ્યા હતા . ઓધવરામ ટ્રસ્ટ રાતા તળાવ વતી વસંતભાઈ ભાનુશાલી એ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં જે પણ ખૂટતી કડી હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે આવતા વર્ષે તમામ બાળકો માટે યુનિફોર્મની વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી હતી . જે બદલ શાળાના આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.*
*શ્રી એલ.એલ.બી. સાહેબ દ્વારા શાળામાં આજના કાર્યક્રમને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી તેમજ હર હંમેશ મદદ માટેની તૈયારી પણ બતાવી હતી.*
*બાલવાટિકા થી ધોરણ 8ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જેને જોઈને વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા . દાતા તેમજ વાલીઓ દ્વારા બાળકો માટે રોકડ પુરસ્કાર પણ જાહેર કરવામાં આવ્યા હતા. સુમરા રમજુભાઈ દ્વારા તમામ બાળકો માટે બોલપેન ભેટ આપવામાં આવી હતી. દાતા પરિવાર દ્વારા તેમજ વાલીઓ દ્વારા બાળકો માટે આપવામાં આવેલ દાન માટે શાળા પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી .ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા બાળક ના વાલી જિજ્ઞાબેન મોતા દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે પોતાનું સંતોષ વ્યક્ત કર્યો હતો.*
*શાળા ના બાળકો દ્વારા બે હજાર પાંચસો તેમજ ઉમેશભાઈ ભાનુશાલી દ્વારા બે હજાર પાંચસો કુલ 5000 વાલરામ પાંજરાપોળ રાતાંતળાવ ને દાન આપવામાં આવ્યું હતું.*
*આશારીયાભાઈ ભાનુશાલી પરિવાર વતી તમામ મહેમાન , વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ માટે મીઠાઈ ની વ્યવસ્થા કરવામાં આવી હતી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી હતી.*
*કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી , હમીદાબેન પીંજારા , પ્રિયંકાબેન ધુળા પ્રવીણભાઈ ચાંદ્રા , ઉમેશભાઈ ભાનુશાલી તેમજ ભીખુભા જાડેજા અને સમગ્ર એસ.એમ.સી .દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો