માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #HarGharTiranga અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો સાથે તિરંગાનું ગૌરવગાન કરતી આ યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે #HarGharTiranga અભિયાનને યુવાઓમાં ઊર્જાના સંચાર સાથે વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે આજની તિરંગા યાત્રામાં લોકોના ઉત્સાહ અને દેશપ્રેમની લાગણીને બિરદાવતાં માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર ખાદી’નાં સૂત્રોને ચરિતાર્થ કરવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશની આઝાદીનું ગૌરવગાન કરતા આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના નેતૃત્વમાં #HarGharTiranga અભિયાન દ્વારા આપણે ‘Nation First’ની ભાવના જન-જનમાં જગાવવાની છે તથા આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસપથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે.
#HarGharTirangaGuj
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન