*અંકલેશ્વર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા*
ભરૂચ- મંગળવાર – સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્રારા અંકલેશ્વર ખાતે જીનવાલા સ્કૂલથી જવાહર ગાર્ડન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી. વંદે માતરમના નારા સાથે નીકળેલી તિરંગાયાત્રાથી શહેરી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, નગરજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે બે હજારથી વધારે લોકો જોડાયા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો