*હર ઘર તિરંગા અભિયાન-ભરૂચ જિલ્લો*
વ્હોરા સમાજની જુસ્સાદાર પ્રસ્તુતીએ ભારતની અખંડીતતા, સામાજીક સમરસતા અને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું
**
ભરૂચ- મંગળવાર – આજે અંકલેશ્વર ખાતેની તિરંગા યાત્રામાં રાષ્ટ્ર પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. અંકલેશ્વર વ્હોરા સમાજના ” શૈફી ગાર્ડસ ટીમ ” દ્વારા “Nation First” થીમ અધારીત પ્રસ્તુતી કરવામાં આવી. આજની તિરંગા યાત્રામાં વ્હોરા સમાજ દ્વારા થયેલ પ્રસ્તુતીએ ભારતની અખંડીતતા, સામાજીક સમરસતા અને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડીને તિરંગા યાત્રાને સાચા અર્થમાં સાર્થક બનાવી છે.