DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બનાવવાની તાલીમ અને સ્પર્ધા યોજાઈ

Share to

તારીખ 10/08/2024 નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં સપ્તધારા પ્રકલ્પ રંગકલા કૌશલ્ય અંતર્ગત રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બનાવવાની તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ નજીવું રોકાણ દ્વારા પોતાનાં કૌશલ્ય થકી રાખડી બનાવી બજારમાં વેચીને રોજગાર પ્રાપ્ત કરી શકે છે.આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને કૌશલ્ય સાથે રોજગારને જોડતી રાખડી બનાવવાની તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે હાથવણાટની વિવિધ વસ્તુઓં બનાવી તેનાં માર્કેટીંગ અને વેચાણ બાબતનો અનુભવ ધરાવતા મધુબેન વસાવાને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તેઓએ વિદ્યાર્થીઓને બજારમાં રહેલી જૂદી-જૂદી ડીઝાઇનની રાખડીઓના માર્કેટ વિશે જણાવી અવનવી રાખડી બનાવવાની તાલીમ આપી હતી. દા.ત. વાંસમાંથી, છાણમાંથી અને કાગળમાંથી તૈયાર થતી ઇકો-ફ્રેન્ડલી રાખડી અને તેની બનાવવાની તાલીમ આપી હતી. આ તાલીમમાં કોલેજના 112 બહેનો અને 96 ભાઈઓ આમ કુલ મળીને 208 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ કોલેજનાં આચાર્યશ્રી ડૉ. અનીલાબેન કે. પટેલે પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ પ્રકારના કૌશલ્યનું ઘડતર થાય અને તેનાં થકી તે રોજગાર મેળવે અને રોજગારી આપે તો સમાજના બેકારીના પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તે બાબત પર ભાર મુક્યો હતો.

રાખડી બનાવવાની તાલીમ બાદ રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં 30 બહેનો અને 07 ભાઈઓ આમ કુલ મળીને 37 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ક્રમાંક તડવી જોશના જગદીશભાઈ દ્વિતીય ક્રમાંક વસાવા વિવેક ગણપતભાઈ અને તૃતીય ક્રમાંક વસાવા દિવ્યાંગ સંજયભાઈએ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં નિર્ણયક તરીકેની ભૂમિકા 1. વસાવા હંસાબેન 2. વસાવા જયશ્રીબેન અને 3. ચૌધરી યોગેશ્વરીબેને ભજવી હતી. આ સેમિનારમાં કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Share to

You may have missed