* ભારે વરસાદના કારણે પુલનું ધોવાણ થતાં હંગામી નાળાનું નિર્માણ કરાયું હતું
* વાહનવ્યવહારને નેત્રંગ તરફથી પસાર થવું પડશે
તા.૧૨-૦૮-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી.નદી-નાળા અને કોતરોમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું.નેત્રંગ તાલુકાના મોવી ગામથી ડેડીયાપાડા ગામને જોડતા રસ્તા ઉપર આવેલ યાલ ગામના નાળાનું ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો.તમામ વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપાઇ હતી.તેવા સંગોગોમાં યાલ ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો.તેવા સંજોગોમાં માગઁ-મકાન વિભાગે તાત્કાલિક ધોરણે હંગામી ધોરણે નાળાનું નિમૉણ કરવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી ભરૂચ-નમઁદા જીલ્લામાં ધોધમાર વરસાદના પગલે યાલ ગામે બનાવેલ નાળાનું ફરીવાર ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો.વાહનવ્યવહારને નેત્રંગ તરફથી પસાર થવું પડશે તેવું જાણવા મળ્યું હતું.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.