* નેત્રંગના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિર્માણનો મુદ્દો વધુ વકયૉ
* ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા-શેરખાન પઠાણે ફલવાડીના ગામજનોને સાથે રાખી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા.૧૨-૦૮-૨૦૨૪.
નેત્રંગ તાલુકાના થવા ગૃપ ગ્રા.પંચાયતના સરપંચ-સભ્યોએ થવા પંથક ના ૩૦ ગામો છેલ્લા કેટલાક વર્ષ થી વિજ સમસ્યા થી હેરાનપરેશાન થતા હોય જેને લઇ ને ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં આપતા ફુલવાડી ગામે સબસ્ટેશન નિમૉણની રાજ્ય સરકારે મંજુરી આપતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણની આગેવાનીમાં ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે,થવા ગ્રા.પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કયૉ છે,અને ફુલવાડી ગામે સબસ્ટેશન બનશે તો વિરોધ-પ્રદશઁન કરવામાં આવશે.ત્યારે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફુલવાડી ગામે સબસ્ટેશન બનીને જ રહેશે તેવું જણાવ્યું હતું.
ત્યારે આજે નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિમૉણની માંગ સાથે નેત્રંગ તાલુકાના થવા પંથકના ૩૦ ગામોના સરપંચ-સભ્યો અને ખેડુતો-આદિવાસી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.સબસ્ટેશનના નિમૉણની કામગીરીથી થવા પંથકના ૩૦ ગામના રહીશોને સમયસર વીજપુરવઠો મળશે,અને સવૉગી વિકાસમાં મદદરૂપ થશે.જે દરમ્યાન ભરૂચ જી.બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા,પરેશ વસાવા,ગૌતમ વસાવા,સરપંચ-સભ્યો અને મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.