October 12, 2024

ગેરહાજર રહેવા છતાં હાજરી પુરતા શિક્ષકોને ઘર ભેગા કરીશું, શિક્ષણમંત્રી

Share to

DURDARSHI NEWS : છોટા ઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો 75મો

વન મહોત્સવ ઉજવાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતી લાલીયાવાડી જેવી કે, શિક્ષકોનું વિદેશમાં સ્થાઈ થવું, શાળામાં ગેરહાજર રહેવું વગેરે બાબતે મીડિયા દ્વારા શિક્ષણ મંત્રીને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આ બાબતે ઝૂંબેશ ચલાવી ગેરહાજર રહેવા છતાં હાજરી પુરતા શિક્ષકોને ઘરભેગા કરીશું.

છોટા ઉદેપુરના પૂનિયાવાંટ ખાતે આજે જિલ્લા કક્ષાનો 75મા

વન મહોત્સવમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત

રહ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં રાજ્યમાં

શિક્ષણ વિભાગમાં ચાલતી લાલીયાવાડી બાબતે મીડિયા દ્વારા

તેમને આકરા સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં કપડવંજ

તાલુકાના શિવપુરામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહે છે, એની

જગ્યાએ બીજા શિક્ષક નોકરી કરે છે. બનાસકાંઠાના એક

શિક્ષક વિદેશમાં રહે છે અને અહીંયા પગાર ચૂકવાય છે જેવા

સવાલો પૂછવામાં આવ્યા હતા.જેના જવાબમાં શિક્ષણ મંત્રી

કુબેર ડિંડોરે કહ્યું હતું કે, અમારી પાસે એક શિક્ષકની વાત ધ્યાન

પર આવી છે. આ બાબતને અમે ઝુંબેશના રૂપમાં લઇ 32

હજારથી વધુ શાળાઓ પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવીશું.

શિક્ષકો ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને નોકરી ચાલુ છે

એ બાબત તો ગંભીર છે જ.

પણ સાથે સાથે એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે શિક્ષકને તો સજા કરીશું, પણ એને સપોર્ટ કરનાર જે શિક્ષક છે એની વધુ જવાબદારી બને છે. જેથી તેની સામે પણ કડક પગલાં લેશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાન પર આવતાં મેં તેનો રિપોર્ટ મંગાવ્યો છે. આવનારા સમયમાં આ બાબતને લઈ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવીશું. જેમાં આવા જે શિક્ષકમિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાશે છે કે બહાર હશે અને શાળામાં ગેરહાજર હશે, અનિયમિત હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં બનાસકાંઠા જિલ્લાના પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ભાવનાબેન નામની શિક્ષિકા વિદેશમાં સ્થાયી થયા છે પણ હજી ફરજ પાન્છા શાળામાં ચાલુ છે. આ કિસ્સો સામે આવતાં શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. શાળાના ઇન્ચાર્જ આચાર્યએ શિક્ષણ મંત્રીને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રીએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી.

કડી તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળાના ગુજરાતમાં ખ્યાતનામ કલાકાર તરીકે પોતાનું નામ બનાવી શિક્ષક બનેલા કવિતા દાસ અમેરિકામાં છેલ્લા એક વર્ષથી જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે તો બીજી તરફ કડી તાલુકાના બુડાસણ ગામે આવેલા પ્રાથમિક શાળાના આશાબેન પટેલ પણ એકાદ વર્ષથી વિદેશમાં જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે.


Share to