.
રૂંગટા હાઇસ્કૂલ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું
**”
ભરૂચ – શનિવાર -સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત રૂંગટા હાઇસ્કૂલ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનાં સંચાલકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમિતિના ચેરમેનશ્રી તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.