જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષ નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઈસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર અસામાજીક પ્રવૃત્તિ ક૨તા ઇસમો ઉપર ગુજ સી ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય જે અન્વયે છેલ્લા ઘણા સમયથી પ્રદિપના ખાડીયા વિસ્તારના રહેવાસી (૧) રાજુ બાવજીભાઈ સોલંકી (૨) જયેશ ઉર્ફે જતો બાવજીભાઈ સોલંકી, (૩) દેવ રાજુ ચોલંકી (૪) યોગેશ કાળાભાઈ બગડા તથા (૫) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી ૨હે તમામ પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયા નગર, જૂનાગઢ વાળાઓએ સંગઠીત થઈ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતી ગેંગ ઉભી કરેલ હોય જે ગેંગ વિષે વધુ તપાસ કાઈમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ નાઓ કરતાં જે તમામ રાજુ બાવજીભાઈ સોલંકી ગેંગ લીડર તરીકે તથા તેની ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુઠાહીત ઈતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્વારા ભુતકાળમાં ખુનની કોશીષ, પોલીસ પર હુમલો, પોલીસ ફરજ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારા- મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા, જુગાર સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકાળયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ શ્રી જે જે પટેલ મારફતે તપાસ કરાવતા, ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) રાજુ બાવજીભાઈ ચોલંકી વિરુધ્ધ ભુતકાળમાં કુલ-૧૨ (૨) જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુધ્ધ ભુતકાળમાં કુલ-૯ (૩) દેવ રાજુ સોલંકી વિરુધ્ધમાં ભુતકાળમાં કુલ-૨ (૪) યોગેશ કાળાભાઈ બગડા વિરુદધમાં ભુતકાળમાં કુલ-૩ તથા (૫) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી વિરૂધ્ધમાં ભુતકાળમાં કુલ-૧ ગુન્હાઓમાં પકડાયેલ છે. આમ, આરોપી રાજુ બાવજીભાઈ સોલંકી રહે. પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ ખુનની કોશીષ, પોલીસ પર હુમલો, પોલીસ ફરજ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપઠરણ, ગેરકાયદેસર અટકાયત, મારા-મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા, જુગાર સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાતા, આ પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ધ લોકોને આ ગેગના ભય અને ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિકૃન્દ્ર ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરીયાદો હોઈ, જેઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ધ ધ ગુજરાત ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ કાઇમ (G.C.T.O.C.) એકટ મુજબ કાર્યવાહી કરવી જરૂરી જણાતી હોય. જેથી કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી જે જે પટેલ નાઓ દ્રારા ઉપરોક્ત તમામ ૫ આરોપીઓ વિરૂધ્ધના ગુન્હાહિત ઈતિહાસ સહિતના પુરાવાઓ એકઠા કરી પોલીસ મહાનિરીક્ષકશ્રી જૂનાગઢ વિભાગ, જૂનાગઢ નાઓ પાસેથી વિગતવારના રીપોર્ટ સહ મંજુરી માંગતાં ગુન્હો ૨જીસ્ટર થવા મંજુરી આપતાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-) મુજબ ગુન્હો
રજી કરવામાં આવેલ આગળની તપાસ જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યાસાહેબનાઓને ચોંપવામાં આવેલ છે.
– ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના આરોપીઓ રાજુ બાવજીભાઈ સોલંડી, પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જુનાગઢ
જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી, . પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘા જૂનાગઢ દેવ રાજુ સોલંકી, પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ યોગેશ ડાળાભાઈ બગડા, . પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જુનાગઢ સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, , પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જુનાગઢ
આ કામગીરીમાં જૂનાગઢ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા તથા પોલીસ ઇન્સ.શ્રી જે જે પટેલ તથા એ.એસ.આઈ નિકુલ એમ. પટેલ, સામતભાઈ કે બારીયા તથા પોલીસ જીતેષ એચ. ગારૂ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,