DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ચાર પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા દ્વારા સોલ્ડર બેજ લગાવીને અભિનંદન પાઠવ્યા

Share to

જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી સી.વાય.બારોટ માણાવદર પો.સ્ટે., શ્રી બી.કે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર રીડર ટુ એસ.પી., શ્રી જે.ઝેડ વસાવા પોલીસ સબ ઇન્સ્પેકટર લીવ રિઝર્વ તથા શ્રી જે.ડી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર જૂનાગઢ તાલુકા પો.સ્ટે. નાઓને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા ગઇકાલ તા.૦૧/૦૮/૨૦૨૪નાં રોજ પોલીસ ઇન્સ્પેકરટ તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ દ્વારા ઉપરોકત તમામ પોલીસ સબ ઇન્સ્પેકટરોને સોલ્ડર બેઝ કાર્યક્રમ યોજી દરેક પોલીસ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed