November 22, 2024

સાગબારાના સેલંબા ખાતે ઝડપાયેલા 100 કવીંટલ  સરકારી અનાજ પ્રકરણમાં  આમ આદમી પાર્ટી  અને કોંગ્રેસના કાર્યકરોની પણ સંડોવણી ????

Share to

સાગબારા તાલુકાના સેલંબા ખાતે જે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સાગબારા મામલતદાર શૈલેષ નિઝામા દ્વારા પ્રાથમિક તપાસનો દૌર શરૂ થયો હતો.
જેમાં અનેક શકમંદો ના નિવેદનો લેવામાં આવ્યા બાદ તપાસના અંતે જિલ્લા પુરવઠા અધિકારીના હુકમને આધારે અનાજનો કાળો કારોબાર કરી સગેવગે કરવાના ગુન્હામાં 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેમાં ગત તારીખ 19 જુલાઈના રોજ સાગબારા તાલુકાના સેલંબા ખાતે પાંચપીપરી રોડ ખાતે આવેલા એક ખાનગી માલિકીના ગોડાઉનમાં સરકારી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હતું જે ભરૂચના એક વ્યક્તિ દ્વારા સાગબારા મામલતદાર ને જાણ કરતા ટેમ્પો અને અનાજ સાગબારા મામલતદાર ને સોંપવામાં આવ્યું હતું.આમ આ સરકારી અનાજ ઝડપાઇ જતા નર્મદા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના થી સાગબારા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સાગબારા મામલતદાર દ્વારા ખાનગી ગોડાઉનના માલિક, એફસીઆઈ ગોડાઉન મેનેજર, ડીએસડી કોન્ટ્રાક્ટર સહિત શકમંદો ની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા.પરંતુ બનાવના દિવસે ઘટના સ્થળે ટેમ્પો નંબર GJ 22 T 1181 માંથી ઝડપાયેલા 8 બોરીઓ અને ગોડાઉનમાંથી ઝડપાયેલ 192 બોરીઓ કોની અને ક્યાંથી આવી તે બાબતે સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો.જેના કારણે અનાજ બે નંબર માં કાળા બજારમાં સગેવગે થતું હોવાનું ખુલતા સાગબારા મામલતદાર શૈલેષ નિઝામા દ્વારા 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે,

Box : અનાજ પ્રકારમાં જે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેઓના નામ 1) ડીએસડી કોન્ટ્રાક્ટર અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના સસ્પેન્ડ થયેલ નેતા મનીષ શાહ 2) ખાનગી ગોડાઉન માલીક સચિન નવનીત શાહ 3) ગોડાઉન ભાડે રાખનાર આમ આદમી પાર્ટી ના નર્મદા જીલ્લા ઉપ પ્રમુખ શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા
4) પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન કોંગ્રેસ પાર્ટી સાગબારા અને હાલ ડીએસડી કોન્ટ્રાક્ટર ના પ્રતિનિધિ અને ટેમ્પો માલિક આનંદ અદેસિંગ વસાવા 5) જયકુમાર દિનેશભાઇ વસાવા વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક 6) સાગબારા એફસીઆઈ ગોડાઉન મેનેજર ભાવેશ ડાંગોદરા 7) ટેમ્પો ચાલાક રાજેન્દ્ર રામસિંગ વસાવા
8) ડીએસડી કોન્ટ્રાક્ટર ના પ્રતિનિધિ દૌલતભાઈ ભાંગાભાઈ નાઈક પર તપાસના આધારે ફરિયાદ નોંધાઈ હતી,
જ્યારે સોશિયલ મીડીયા માં હંમેશા કોઇ પણ પક્ષ કે પાર્ટીના નામ સાથે પ્રહારો કરવામાં આવતા હોય છે ત્યારે જેમ અન્ય પક્ષો દ્વારા જે રીતે ભાજપ ના સસ્પેન્ડ થયેલા ડીએસડી કોન્ટ્રાક્ટર અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના સસ્પેન્ડ થયેલ નેતા મનીષ શાહ નું નામ હાઈલાઇટ થતા ભાજપના કાર્યકરો દ્વારા પણ વળતો જવાબ આપવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓની આ પ્રકરણમાં સંડોવણી હોવાનું સોશિયલ મીડિયા માં ફરતું કરાયું છે,
ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે હવે આમ જનતા ભોળી પ્રજા કોના ભરોશે બેસે….?? એ પણ એક સવાલ ઊભો થાય છે….???


Share to