November 3, 2024

જુનાગઢ જિલ્લાના માંગરોળ માં ગુન્હો આચરનાર છેલ્લા પાંચ વર્ષથી નાસતા કરતા આરોપીને પકડી પાડતી જનાગઢ પેરોલ કલૉ રકવોડ

Share to

જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્ક્વોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કાઈમ બાચના પી.ઈન્સ શ્રી જે જે પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ વાય.પી.હડીયા સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરીલ ફલો સ્કવોડના એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઈ છયા તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારુ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા દરમ્યાન એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઈ છૈયા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ જીલ્લાના માંગરોળ પો.સ્ટેન માં પ્રોહી કલમ મુજબના ગુન્હાના કામનો આરોપી ઇમરાન ઉર્ફે બોબડો ખલી હારૂનભાઇ કાલવાત રહે શીશુ વિહાર સકલ પાસે ભાવનગર વાળો છેલ્લા પાંચ વર્ષથી ઉપરોક્ત ગુન્હાના કામે નાસ્તો ફરતો હોય અને તે હાલ તેના રહેણાક મકાને હોય તે હકિકત આધારે ખાત્રી કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપી તેના રહેણાક મકાનેથી મળી આવેલ હોય તેનું નામ હામ પુછતા પોતાનુ નામ ઇમરાન ઉર્ફે બોબડો ખલી હારૂનભાઇ કાલવાત રહે શીશુ વિહાર સર્કલ પાસે ખોડીયારનગર ભાવનગર વાળો બતાવતો હોય મજકુર આરોપી જુનાગઢ જીલ્લાના માંગરોળ પો.સ્ટેના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે માંગરોળ પો.સ્ટેને સોંપી આપવામાં આવેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ, તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.પી.હડીયા સાહેબ તથા એ.એસ.આઇ. ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ પો.સ્ટાફદ્વારા ઇમરાન ઉર્ફે બોબડો ખલી ભરૂનભાઇ કાલવાત શીશુ વિહાર સર્કલ પાસે ભાવનગર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed