November 28, 2024

નેત્રંગ રેફરલ હોસ્પિટલ સ્ટાફ કવાટસઁ નો ખાળકુવાનુ પાણી રોગચાળો ફેલાવવાનુ કેન્દ્ર બિંદુ બની રહ્યુ છે. તેવા સંજોગોમા. આરોગ્ય વિભાગ મુખ્ય સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે હોસ્પિટલ નુ રંગરોગન કરાવી રહ્યુ છે.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૩૧-૦૭-૨૪.

નેત્રંગ નગરમા સતત વરસાદ ને લઇ ને નગરના રોડ રસ્તાઓ કાદવકીચડ થી ખદબદી રહ્યા છે.ઠેરઠેર ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે, ત્યારે ચાંદીપુરા વાયરસ ની સાથે સાથે પાણીજન્ય રોગચાળો મેલેરીયા,ચીકનગુનીયા,ડેન્ગ્યુ જેવા રોગો પણ પોતાનો પંજો ફેલાવી લોકોને ઝપટમા લઇ રહ્યા છે.જેને લઈ ને તાલુકાનુ આરોગ્ય વિભાગ જન આરોગ્ય ની સુખાકારી માટે તકેદારીના પગલા ભરી રહ્યુ છે.
ત્યારે નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમા જ તાલુકા આરોગ્ય વિભાગ ની મુખ્ય કચેરી સ્ટાફ કવાટસઁ પાસે આવેલ છે.જયા નવા બનાવેલ સ્ટાફ કવાટસઁના ખાળકુવાનુ ઢાંકણ તકલાદી ફીટ કરેલ હોવાથી તુટી જતા ખાળ કુવાનુ ગંદુ પાણી ઉભરાય ને બહાર ફેલાતા, સ્ટાફ કવાટસઁ સહિત હોસ્પિટલ એરીયામા ગંદકી તેમજ હોસ્પિટલ બહાર પણ ઉકરડા ના ઢગલા છે. પીએમ રુમ પાસેના એરીયામા ધાસ મોટા પ્રમાણ ઉગી નિકળતા પાણીજન્ય રોગચાળો ફેલાવાનુ મુખ્ય કેન્દ્ર બિંદુ બની રહ્યુ હોવાનુ નગરજનોમા ચચાઁઇ રહ્યુ છે.

ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સતત નેત્રંગ ની મુલાકાત લઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલ સ્ટાફ કવાટસઁ એરીયામા ખાળકુવાનુ ઉભરાતુ ગંદુ પાણી,વરસાદી પાણીનો નિકાલ તેમજ બંધ સ્ટીટ લાઇટો ,ગંદકી બાબતે દયાન આપશે ખરા ? કે પછી હોસ્પિટલમા હાલમા ચાલુ કરેલ રંગરોગનની કામગીરી ઉપર દયાન આપશે તેવુ નગરજનોમા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed