November 21, 2024
Share to

ઝગડીયા ના જુના તોઠીદરા ગામે ગત રાત્રી ના સમય દરમિયાન દીપડો નજરે ચડતા ગ્રામજણો ભયભીત બન્યા…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના જુના તોઠીદરા ગામના બે વ્યક્તિએ ગત રાત્રે નવ વાગ્યાં ના સમય દરમિયાન નર્મદા નદી એ થી ગામ તરફ જતા મંદિર ના દીવાલ પર દીપડા ને જોતા ભયભીત બન્યા હતા.

ગ્રામજનો ના જણાવ્યા મુજબ આ દીપડો ગામ થી 100 મીટર ના અંતરે આવેલ ચંડીકા માતાજી ના મંદિર ની દીવાલ પર ચઢીને બેઠેલો નજરે પડયો હતો અને આ દીપડો ઘણા કેટલા દિવસો થી વારંવાર એ જ વિસ્તારમાં જોવા મળે છે…

જોકે ગત રોજ અન્ય ગ્રામજનો પણ સ્થળ પર પોંહચ્છતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો…..

હાલતો ગ્રામજનો દીપડો મોટો હોઈ ખેડુતો ખેતરે બીકના મારે જવા માં પણ ડરે છે રાત્રી ના સમય દરમિયાન આવતા જતા લોકો પણ ઘર ની બહાર નીકળવાનું બંધ કર્યું હોઈ તેમ ગ્રામજણો જણાવી રહ્યા છે વનવિભાગ સત્વરે આ વિસ્તારમાં પાંજરું ગોઠવી આ દીપડા ને પકડે તેવું તોઠીદરા ના ગ્રામજણો ઈચ્છી રહ્યા છે…..


Share to

You may have missed