વિસાવદર ના સુખપુરમાં કુંવરબેન રામજીભાઈ રામાણી ભવનના માધ્યમથી સમાજ સેવા કરાશે – બિપીનભાઈ રામાણી. વિસાવદરના સુખપુરમાં રૂ.દોઢ કરોડના ખર્ચે આકાર લેનાર લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપુજન થયું પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના હસ્તે ભૂમિપુજન કરાયું સમાજ સંગઠિત બનીને જરૂરિયાતમંદ લોકોને આગળ લાવવામાં મદદરૂપ બને તે આજના સમયની જરૂરિયાત સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા ખુબ ઓછા સમયમાં સમાજ ભવન તૈયાર થઈ જશે -ડો.પિયુષ વડાલિયાઃ આ ભવનના નિર્માણ થકી સમાજનું ઋણ અદા કરીએ છીએ – ભૂમિનું દાન કરનાર મનસુખભાઈ ડોબરિયા : ભૂમિ પૂજનના કાર્યક્રમ પ્રસંગે રૂ .૭૦ લાખથી વધુનું દાન એકત્ર થયું વિસાવદર તાલુકાના સુખપુર ગામ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજના રૂ.દોઢ કરોડથી વધુના ખર્ચે આકાર લેનાર અદ્યતન સમાજ ભવનનો ભૂમિપુજનનો કાર્યક્રમ જન્માષ્ટમીના ઉપલક્ષમાં યોજાયો હતો . આ પ્રસંગે વિવિધ દાતાઓ દ્વારા રૂ .૭૦ લાખથી વધુની રકમનું દાન જાહેર કરવામાં આવ્યું હતું . આગામી ટૂંક સમયમાં આ સમાજ ભવનનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો .
વિસાવદરના સુખપુર ખાતે લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું . તેમજ આ સમાજ ભવનને કુંવરબેન રામજીભાઈ રામાણી ભવન નામ આપવામાં આવ્યું હતું . ભવનના નિર્માણ માટે રૂ.ર ૧ લાખનું દાન પોપટભાઈ રામાણી દ્વારા અર્પણ કરાયું છે . આ વિસ્તારના અગ્રણી બિપીનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે , સમાજ ભવનના નિર્માણના કાર્યની સાથે આ ટ્રસ્ટના માધ્યમથી કોરોના જેવા કપરા કાળમાં લોકોની આરોગ્ય વિષયક સેવા તથા બાળકો અને યુવાનો માટે શિક્ષણનું સિંચન કરવાની સેવા પણ હાથ ધરવામાં આવશે . ખાસ કરીને સમાજના નાના અને મધ્યમ વર્ગના લોકો આગળ આવે તથા આવા પરિવારોની ઉત્કર્ષ થાય તે માટે આ ટ્રસ્ટ ઉપયોગી સાબિત થશે .
આ પ્રસંગે ખાસ હાજર સમુહલગ્ન પ્રણેતા અને લેઉવા પટેલ સમાજના અગ્રણી હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે , જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સમાજને સંગઠિત કરવાનું એક ઉમદા કાર્ય સુખપુરના જ્ઞાતિજનો દ્વારા કરાયું છે . જન્માષ્ટમી નિમિત્તે આ ગામમાં ધર્મની સ્થાપના રૂપી આ કાર્ય થયું છે . જરૂરિયાતમંદ લોકોને કર્મ અને પુરૂષાર્થના પંથે લઈ જવા માટે સમાજે સંગઠિત બનીને સાથે મળીને મદદરૂપ થવાની આજના સમયની તાતી જરૂરિયાત છે
. ટ્રસ્ટની મુખ્ય જવાબદારી સંભાળતા ડો.પિયુષ વડાલિયાએ સમસ્ત ગ્રામજનોની લાગણીથી આ ભવનનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા આગામી દિવસોમાં સમયસર ભવન નિર્માણનું કામ પુરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો . સમાજ ભવન માટે ભૂમિદાન આપનાર મનસુખભાઈ ડોબરિયાએ કહ્યું હતું કે , ગામમાં સમાજ સેવાનું ઉમદાકાર્ય હાથ ધરાયું છે , તેવા સમયે આ કાર્યને વેગવાન બનાવીને વતનનું ઋણ ચુકવવાનો પ્રયાસ કરીએ છીએ . તેમના હસ્તે સમાજ ભવનનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું . સમાજ ભવનના નિર્માણ માટે પોપટભાઈ રામજીભાઈ રામાણી દ્વારા રૂ .૨૧ લાખ , મનસુખભાઈ કરશનભાઈ ડોબરિયા દ્વારા રૂ .૯ લાખ , રમેશભાઈ રવજીભાઈ તળાવિયા રૂ .૨.૫૧ લાખ , જમનભાઈ હંસરાજભાઈ તળાવિયા રૂ .૨.૦૧ લાખ , સવજીભાઈ વસતાભાઈ ગોંડલિયા રૂ .૨.૦૧ લાખ , ડો.પિયુષભાઈ ગગજીભાઈ વડાલિયા રૂ .૨.૦૧ લાખ , ગોવિંદભાઈ ગોરધનભાઈ સોજીત્રા દ્વારા રૂ .૨.૦૧ લાખ , પરસોત્તમભાઈ સમજુભાઈ સોજીત્રા રૂ .૧.૫૧ લાખ , વિકલભાઈ દુદાભાઈ ભાલિયા રૂ .૧.૫૧ લાખ , વલ્લભભાઈ ભીખાભાઈ વડાલિયા રૂ .૧.૫૧ લાખ , કેશુભાઈ મોહનભાઈ વડાલિયા રૂ .૧.૫૧ લાખ , રસિકભાઈ વલ્લભભાઈ વડાલિયા રૂ .૧.૫૧ લાખ , ભીખુભાઈ કાનાભાઈ ગોંડલિયા રૂ .૧.૫૧ લાખ , કાંતિભાઈ નરશીભાઈ ગોંડલિયા રૂ .૧.૫૧ લાખ , નવનીતભાઈ દેવશીભાઈ ગોંડલિયા રૂ .૧.૫૧ લાખ , ગોવિંદભાઈ શામજીભાઈ પટોળિયા રૂ .૧.૫૧ લાખ , મહેશભાઈ હરિભાઈ સોજીત્રા રૂ .૧.૫૧ લાખ , અશ્વિનભાઈ કેશુભાઈ રામાણી રૂ .૧.૫૧ લાખ , અજયભાઈ વલ્લભભાઈ પડશાળા રૂ .૧.૫૧ લાખ , અમૃતભાઈ જસમતભાઈ રામાણી રૂ .૧.૫૧ લાખ તથા મધુભાઈ સમજુભાઈ રામાણી દ્વારા રૂ .૧.૫૧ લાખનું દાન અર્પણ કરાયું છે . સમાજ ભવન માટે અત્યારે સાત ટ્રસ્ટીઓ બિપીનભાઈ રામાણી , મનસુખભાઈ ડોબરિયા , પરસોત્તમભાઈ સોજીત્રા , ડો.પિયુષ વડાલિયા , સવજીભાઈ ગોંડલિયા , જમનભાઈ તળાવિયા અને રમેશભાઈ તળાવિયાની વરણી કરાઈ છે . તથા નવા આઠ આગેવાનો વિઠ્ઠલભાઈ ભાલીયા , મહેશભાઈ સોજીત્રા , રોહિત વડાલિયા , કેશુભાઈ વડાલિયા , ભીખુભાઈ ગોંડલિયા , રસીક વડાલિયા , અશ્વિન રામાણી , અજય પડશાળાને ટ્રસ્ટી બનાવવાની પ્રક્રિયા ચાલું છે . ભૂમિપૂજનના કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો …
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો