પોલીસ મહાનિદેશકશ્રી ગુજરાત રાજ્ય તથા ગૃહ વિભાગની સુચના મુજબ સમગ્ર રાજ્યમાં Illegal Money Lending Activities અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને જન જાગૃતિ લાવવા તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સામાન્ય નાગરીકોને ધંધા, રોજગાર તથા શિક્ષણ વિગેરે જેવી બાબતો માટે આપવામાં આવતી લોન/સહાય તથા સરકારી કોમર્શિયલ બેન્કો તરફથી મળતી ઓછા વ્યાજની લોન અંગે લોકોને માહિતી/માર્ગદર્શન મળી રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ DTC હોલ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જુનાગઢ ખાતે આજરોજ તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ જનસંપર્ક કરી સામાન્ય નાગરીકને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જે કાર્યક્રમમાં જુનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડે.મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા તથા જુનાગઢ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી અધિક્ષક શ્રી એચ.બી. કમાણી તેમજ વિવિધ બેંકના પ્રતિનિધિશ્રીઓ અને બેંક મેનેજરશ્રીઓને આમંત્રિત કરવામાં આવેલ. જેમાં લીડ બેંક જુનાગઢથી શ્રી રાઠવા સાહેબ, SBI બ્રાંચ મેનેજરશ્રી નવીનકુમાર ઝા, એક્સિસ બેંક જુનાગઢથી શ્રી કૌશિક મયંક, SBI બેંકથી શ્રી કમલેશ મારૂ તેમજ કો.ઓ.બેંક જુનાગઢ અને જુદી-જુદી બેન્કના પ્રતિનિધિશ્રીઓ તથા પોલીસ વિભાગ તરફથી શ્રી હિતેષ ધાંધલ્યા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢ વિભાગ, શ્રી નિકિતા શિરોયા નાયબ પોલીસ અધિક્ષક, શ્રી ડી.વી. કોડીયાતર નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ વિભાગ, શ્રી એ.એસ.પટણી નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક જુનાગઢ નાઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓ દ્વારા નાગરીકોને સરકારશ્રીની અલગ અલગ નાણાકીય યોજનાઓ લોન/સહાય તથા સરકારી કોમર્શિયલ બેન્કો તરફથી મળતી ઓછા વ્યાજની લોન અંગે લોકોને માહિતી/માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક જુનાગઢ નાઓએ હાજર રહેલ કોર્પોરેશનના પદાધિકારીઓ, વિવિધ બેંકના પ્રતિનિધિઓ તથા નાગરિકોને પ્રારંભિક ઉદબોધન આપી વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ અરજી/ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ. જેથી વ્યાજખોરો સામે અસરકારક કાર્યવાહી કરી શકાય અને નાગરીકોને ઉચિત ન્યાય મળી રહે તથા જીલ્લામાં આવી અસામાજીક પ્રવૃતિને રોકી શકાય. વધુમાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જણાવેલ કે, પોલીસ મહાનિદેશકશ્રી ગુજરાત રાજ્ય તથા ગૃહ વિભાગની સુચના અન્વયે હાલમાં ચાલી રહેલ મની લેન્ડીંગ એક્ટીવીટીઝની ડ્રાઇવ અંતર્ગત જુનાગઢ જીલ્લામાં કુલ-૩૭ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૪૫ થી વધુ વ્યાજખોરી કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવા ઇસમો પાસેથી વિવિધ ૨૫૦ થી વધુ બેન્કોના ચેક, ૨૧ થી વધુ વાહનોની આર.સી.બુક જેવા દસ્તાવેજો પુરાવા તરીકે કબ્જે કરી આવા ઇસમો વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ છે. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નાગરીકોને પણ વ્યાજખોરીને લગત કોઇ સમસ્યા કે રજુઆત હોય તો તાત્કાલિક અરજી સ્વીકારી પોલીસ તરફથી સધન કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા સ્થળ ઉપર હાજર રહેલ નાગરીકોએ પોતાની સમસ્યા રજુ કરતા હાજર રહેલ પદાધિકારીશ્રીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા તાત્કાલિક તેઓની મૌખિક રજુઆત ધ્યાને લઇ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર તથા ડે.મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા નાઓએ પણ કાર્યક્રમમાં નાગરીકોને વ્યાજખોરીને લગત સમસ્યાઓ અંગે પોલીસની મદદ મેળવવા અપીલ કરી સમાજમાંથી આવી પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવા જણાવેલ હતું. તેમજ સરકારશ્રી તરફથી અને પોલીસ વિભાગ તરફથી ચાલી રહેલ વ્યાજખોરીના બનાવો અટકાવવા અંગેની ઝુંબેશ બાબતે પ્રશંસા કરી હાજર રહેલ તમામનો આભાર વ્યક્ત કરેલ. તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ નાઓ દ્વારા પણ જુનાગઢ પોલીસ દ્વારા આયોજીત આ જન જાગૃતિ અભિયાન કાર્યક્રમની પ્રશંસા કરી નાગરીકોને વ્યાજખોરોથી બચાવવા તથા આવી અસામાજીક પ્રવૃતિ સદંતર બંધ કરવા જુનાગઢ પોલીસ કટીબધ્ધ છે તેમ જણાવેલ હતું.
કાર્યક્રમના અંતમાં બેંકના પ્રતિનિધિશ્રીઓ દ્વારા હાજર રહેલ નાગરીકોને સરકારશ્રી
તરફથી તથા કોર્પોરેટીવ બેન્કો તરફથી મળતી લોન/સહાય અંગે વિસ્તૃત માહિતી આપેલ જેથી સામાન્ય નાગરીકો તેઓની નાણાકીય જરૂરીયાતો પુરી કરવા માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી શકે.અપીલ – પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, કોઇ પણ વ્યક્તિ
ગેરકાયદેસર વ્યાજના ચક્કરમાં ફસાયેલ હોય તો જુનાગઢ પોલીસનો અવશ્ય સંપર્ક કરે, પોલીસ જરૂરથી મદદ કરશે. કંટ્રોલરૂમ જુનાગઢ મો.નં. ૯૫૧૨૨ ૧૧૧oo
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો