DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દેડિયાપાડા ખાતે ગુજરાતના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

Share to

રાજપીપલા, બુધવાર :- સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ગુજરાતના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. વખતસિંહ ગોહિલે તેમના જીવન પરિચય તથા સમાજશાસ્ત્રમાં તેમને આપેલા પ્રદાન અંગે વ્યક્તવ્ય આપ્યું હતુ. ડો. ગોહિલે તેમના સંયુક્ત કુટુંબ વિશેના મહુવાનો અભ્યાસ, ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા, સામાજિક પછાતપણાનો માપદંડ, શિક્ષણના સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં આઇ.પી. દેસાઈના અભ્યાસો, પ્રબુદ્ધ વર્ગ, આદિવાસીઓમાં શિક્ષણ અને વિકાસ અંગે તથા તેમના ગુણવત્તાસભર પુસ્તકો અને અનેક સંશોધનો અંગે કોલેજના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક સુરેશભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed