September 7, 2024

નેત્રંગ તાલુકામાં આવેલો ‘’બલદેવા ડેમ” ૧૦૦ % ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ

Share to

ભરૂચ- બુધવાર – નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ધોલી -સિંચાઈ પેટા વિભાગ યોજના તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦ % ભરાઇ ગયો છે. અને હાલ જળાશયમાં ૧૦ સે.મી.થી ઓવરફ્લો થયો છે.
વધુમાં, હાલની સ્થિતિએ હાલમાં ૩૬૪ ક્યુસેક પાણીની આવક છે. જળાશયની પુર્ણ જળાશય સપાટી ૧૪૧.૫૦. મી. છે. જ્યારે જળાશયની હાલની સપાટી ૧૪૧. ૬૦ મી. છે. આથી નેત્રંગ તાલુકાના હેઠવાસના ગામો જેવાં કે બલદેવા, કંબોડીયા, પાંચસીમ, બોરખાડી, ઝરણા, ચાસવડ જ્યારે વાલીયા તાલુકાના દોલતપુર, ડહેલી, દેશાડ, શીર, કેસરગામ, સીંગલા, પીઠોર ગામના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા વહિવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. ગામોના તલાટીઓ, સરપંચો તથા ગામના આગેવાનોને એલર્ટ કરીને સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે.


Share to

You may have missed