November 30, 2024

*ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મી. વરસાદ નોંધાયો*

Share to

*ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૭૭૦ મી.મી., અને જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મી.મી. નોંધાયો*

ભરૂચ – મંગળવાર :- ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૨૩ લી જુલાઈ,૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૦.૬૭ મી.મી.વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં-૭૬ મિ.મિ.,ભરૂચ તાલુકામાં ૩૯,વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ ૩૬ મિ.મિ,ઝઘડિયા તાલુકામાં- ૩૯ મિ.મિ., અંકલેશ્વર તાલુકામાં ૮૧ ,નેત્રંગ તાલુકામાં ૩૬ મિ.મિ, વાગરા તાલુકામાં ૧૯ મિ.મિ, જંબુસર ૧૬ મિ.મિ., આમોદ ૨૪ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૦.૬૭ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૭૭૦ મીમી નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મી.મી. વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૦૭.૨૨ મીમી નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed