December 25, 2024

પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા

Share to

ઈકરામ મલેક, રાજપીપલા:-

ઓવરલોડ ગ્રેવલ ભરી જતા 4 હાયવા વાહનો ને રાજપીપળા પ્રાંત અધિકારીએ ઝડપી પાડતા, નીતિ નિયમો ને નેવે મૂકી ગેર રીતિ કરતા ખનીજ માફિયાઓ મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,

પ્રાપ્ત વિગતો અનુસાર 24 ડિસેમ્બર ની મોડી રાત્રે રાજપીપળા પ્રાંત અધિકારી નર્મદા કલેકટર જે.કે મોદી ની સૂચના અન્વયે ગેરકાયદેસર ખનન કરતા વાહનોને ચેકીંગ કરી કાર્યવાહી દરમિયાન, પોઇચ નદી ના ભાઠા માંથી નિયત મર્યાદા કરતા વધુ વજન નું ખનીજ ગ્રવલ ભરીને વહન કરવાની ફિરાક મા રહેલા કુલ ચાર જેટલા હાયવા વાહનોને રોકી રોયલ્ટી કરતા વધુ વજન હોવાની શંકાએ કાંટો કરાવતા વધુ વજન હોવાનું માલુમ પડ્યું હતું.

આથી ચારેય ગ્રેવલ ભરેલા વાહનોને રાજપીપળા પ્રાંત કચેરી બહાર ખડકી દીધાં હતાં, અને નર્મદા ભૂસ્તરશાસ્ત્રી વિભાગ અને RTO વિભાગને કાર્યવાહી કરવા સૂચન કરાયુ હતું અને જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી સદર જપ્ત કરેલા વાહનો સહિત નો મુદ્દામાલ રાજપીપળા પોલીસ ઇન્સપેક્ટરની કસ્ટડી મા સોંપવાનો હુકમ કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ખનન નો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા રેતી માફિયાઓ ના કારણે નિર્દોષ લોકોના મૌત નિપજવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદે લખેલા પત્ર મા નર્મદા, ભરૂચ અને વડોદરા ના ઉચ્ચ અધિકારીઓની રેતી માફિયાઓ સાથે મિલીભગત ના ગંભીર આક્ષેપો કરાયા હતા.


Share to

You may have missed