December 27, 2024

બીજા રાજ્યના હિન્દીભાષી શિક્ષક મૂકી બાળકોને હેરાન કરવામાં આવી રહ્યાનો આપનો આક્ષેપ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગુણવત્તા યુક્ત જમવાનું, ગુજરાતી ભાષી શિક્ષક મુકવા કલેક્ટરને આવેદન

Share to


ભરૂચ કલેક્ટરને આપ દ્વારા આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યુ છે, કે રાજ્યની એકલવ્ય શાળામાં ભણતા બાળકો નું ભણતર વહીવટી ખામીને લીધે વારંવાર ખોરવાઈ રહ્યું છે. સરકાર દ્રારા સીબીએસઇ અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે. જે ખામીયુક્ત પગલું લેવાયું છે. વર્ષોથી આદિવાસી વિસ્તારના પછાત ગરીબ બાળકોના ભવિષ્ય માટે નિવાસી શાળાઓ એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલ શરૂ કરી છે. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે, તેમ છતાં સીબીએસઇ અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને ઓચિંતા અંગ્રેજી માધ્યમમાં ફેરવવાથી ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોને ગુજરાતી ભાષા માં ભણાવતા કે વાતચીત કરતાં પણ આવડતું નથી. બહારથી આવનાર શિક્ષક બાળકોના ઘડતરમાં ન્યાય આપી શકશે નહિ. અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા એકલવ્ય મોડેલ સ્કૂલ પુનિયાવાડ ખાતે 116 જેટલા બાળકો ને ફૂડ પોઇઝન થયું હતું. જેવા વિવિધ પ્રશ્નોને લઇ ધારણા પર બેસવાની ફરજ પડી છે. ત્યારે આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો. દરેક શાળાના વિદ્યાર્થી અને વાલીઓને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે.

શાળાની મુલાકાત દરમિયાન મળેલ ખામી
પુનિયાવાડ એકલવ્ય સ્કૂલ માં રસોડામાં ફાયર સેફટી નથી, જે નું કેટર્સ ટેન્ડર મંજુર થયું છે તે મહેસાણા ના છે, જેનો દર 15 દિવસે એકવાર ટેમ્પો આવે છે. એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે. જે સડેલા શાકભાજી હોય છે, જેના કારણે બાળકો બીમાર પડયા છે. અંબાજી એકલવ્ય માં બાળકોને ગુણવત્તા હીન ભોજન આપવામાં આવી રહ્યું છે.

એકલવ્ય શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂરતી સુવિધા આપો
ભરૂચ સહિત રાજ્યભરમાં ચાલતી એકલવ્ય શાળામાં ગુજરાતી માધ્યમ ના બાળકો માટે પૂરતા શિક્ષક નથી. તેમજ જમવાનું ગુણવતા યુકત આપવામાં આવતું નથી. સ્કૂલમાં ગુજરાતી ભાષી શિક્ષક મૂકો જોઈએ તે સિવાય બીજી સુવિધા પણ પૂરતી આપવામાં આવતી નથી. જેવી તમામ સુવિધા આપવામાં આવે તે માટે આવેદન આપવામાં આવ્યું હતું. – રોહિત પટેલ, ભરૂચ તાલુકા આપ પ્રમુખ

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed