December 25, 2024

જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો  દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર

Share to

જૂનાગઢના ભેસાણમાં ગ્રામ પંચાયત કચેરીએ ટીડીઓ મામલતદાર સ્કૂલના પ્રિન્સિપાલો તેમજ આંગણવાડી આશા વર્કર ના કર્મચારી તેમજ અધિકારીઓ દ્વારા આ ગ્રામ સભામાં લેવામાં આવતી હોય છે જેમાં ગ્રામજનોને નોટિસ બોર્ડ તેમજ જાહેર જગ્યાએ પ્રસિદ્ધિ કરી અને લોકોને ગ્રામસભામાં બોલાવવામાં આવતા હોય છે મુખ્યત્વે ગ્રામસભામાં ગામના રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હોય છે તેમાં સરકારની ગ્રાન્ટ ખાસ વાપરવામાં આવતી હોય છે અને પાણી વીજળી ગટર યોજના ટોયલેટ પીવાનું પાણી ખખડધજ ઘરોમાં આંગણવાડીના બાળકોને અભ્યાસ કરવા અન્ય જેવી મુખ્ય સુવિધાઓ લોકો માટે આપવામાં આવતી હોય છે જે આજ સુધી નથી મળી અને ગ્રામસભાના નિર્ણય કરીને ઝડપ અને ઝડપ થી લોકોને આ સુવિધાઓ મળે તેના માટે ગ્રામસભામાં મુખ્ય પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે લોકોને સાંભળવામાં આવતા હોય છે જેમાં છેલ્લા ત્રણ વખતથી ગ્રામસભામાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી જેસીંગભાઇ પન્નાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વખતથી ગ્રામસભામાં અમે ભાગ લેવા આવ્યા છીએ છતાં પણ લેખિત અને મૌખિક મારા વિસ્તારની અમે રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટ તંત્ર અમારું સાંભળતું નથી વધુમાં રમેશભાઈ વઘાસીયા જણાવ્યું હતું કે સરકારને તો કામ કરવા છે અને સરકાર ગ્રાન્ટ પણ ફાવે છે પરંતુ તંત્ર ઊંઘમાંથી ક્યારે ઉઠશે ગ્રામ સભામાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અન્ય તંત્રના અધિકારીઓ ગેરહાજર હોય છે તો અમારા પ્રશ્નો સાંભળે કોણ બધા જ ગ્રાન્ટના કામો થાય છે તેમાં સેટીંગ ના કામ હોય છે એટલે તંત્ર ભ્રષ્ટાચારમાં મશગુલ હોય છે જેને લઈને અમે ગ્રામજનો થાકીને ગ્રામસભા નો બહિષ્કાર કરીએ છીએ ગ્રામ પંચાયતમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોય તો ગ્રામજનોના કામ કેવી રીતે થશે..
આ બાબતે જેસીંગભાઇ પન્ના ના જણાવ્યા અનુસાર અમારા વિસ્તારમાં પીવાનું પાણી ચાર દિવસે આવે છે તેમજ કોઈપણ પ્રકારના વિકાસના કામો થતા નથી તદુપરાંત અમારા વિસ્તારની આંગણવાડીઓમાં માત્ર દેશી દારૂની કોથળીઓ સિવાય કંઈ જોવા મળતું નથી જાણે દારૂ અમારા વિસ્તારમાં વેચાતું એવું લાગે છે વિડીયો વાયરલ થઈ છે છતાં પણ હજુ સુધી કોઈ પરિણામ મળતું નથી આમાં કોઈ ગ્રામસભામાં જવાબદાર વ્યક્તિઓ ગેરહાજર રહેતા હોય જેથી કરી ગામનો વિકાસ અધુરો રહેતો હોય અને અમારે ગ્રામ પંચાયતમાં સરપંચ ની જરૂર નથી કે તાલુકા વિકાસ અધિકારીની જરૂર નથી કે મામલતદારની અમારું કામ તો કોઈ કરતું નથી તો અમારે આ લોકોનું શું કામ છે અમારે લેખિત જુઓ માત્ર ફાઈલ થાય છે એમનું કોઈ પરિણામ મળતું નથી જેથી અમે લોકો આજે રોસે ભરાય ગ્રામસભા નો બહિષ્કાર કરેલ છે અને આગામી દિવસો સુધી બહિષ્કાર અમારો રહેશે જ્યાં સુધી અમારા અમારા વિસ્તારના અધુરા કામો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી
આ બાબતે રમેશભાઈ વઘાસિયા ના જણાવ્યા અનુસાર અમે લોકોએ સતત ત્રણ વખત ત્યાં ગ્રામસભામાં આવીએ છીએ અને પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો નો લેખિતમાં લખાણ કરી આપેલ છે જેમાં છેલ્લા 2011 થી આંગણવાડી નો પ્રશ્ન તેમજ પીવાના પાણીનો પ્રશ્ન અને ઉભરાતી ગટરોના પ્રશ્નો તેમજ જાહેરના પ્રશ્નો લેખિતમાં રજૂઆત કરવા છતાં ઉકેલ નહી મળતા અંતે આજે થાકીને ગામ ગ્રામજનો દ્વારા ગ્રામસભા નો બહિષ્કાર કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ.
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed