December 26, 2024

નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..

Share to

.

સ્કુલના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખશ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી તથા I M HUMAN ગ્રૂપના ટ્રસ્ટીઓ હાજર રહેલ હતા. આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય રીતેશભાઈ વસાવા ધારાસભ્ય ઝઘડીયા તથા મહેન્દ્રસિંહ વાંસદીયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ દિલિપસિંહ મહીડા, મંત્રી આદિવાસી સેવા સંઘ રાજપીપલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકાર્પણ સમારોહના મુખ્ય શુભ ચિંતક તરીકે આર.આર.સરવૈયા DYSP કામરેજ સુરત. તથા ડૉ.ભગીરથસિંહ સુરસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગમાં ભવનના લોકાર્પણ કર્તા તરીકે ભરતભાઈ શાહ પ્રમુખ સુરત તથા અશોકજી કાનૂન્ગો ચેરમેન લાયન કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટ પ્રતિષ્ટિન કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દેવુસિંહ ચૌહાણ, કેશુભાઈ હરિભાઈ ગોટી, આર.આર.સરવૈયા તથા ભરતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દરમ્યાન ખાસ શાળાના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય વિરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ સમારોહમાં શાળાના તથા આશ્રમશાળાના વિદ્યાર્થીઓ દ્ધારા ભાતીગળ સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ વિધાર્થીઓને ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા 11 હજાર પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ સમારોહનું આયોજન મોરીયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટ્રીઓ તથા શાળાના આચાર્ય સુરેશજી ભલાજી ઠાકોર દ્ધારા કરવામાં આવ્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed