ઝગડીયા
રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
સફાઈ કામગીરી, તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુદ્ધ સ્તરે કામગરી કરી રહ્યા હોઈ તેમ લોકચર્ચા પ્રમાણે હજુ સુઘી ઝગડીયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યા નથી..!
ચોમાસા ની શરૂઆત થતા ની સાથે હોસ્પિટલ દવાખાનાઓ મા દર્દીઓ ની ભીડ જામતી હોઈ છે જેમાં અલગ અલગ વાઈરસના લક્ષણોમાં મેલેરિયા ટાઇફોઇડ, શરદી ખાંસી જેવા રોગો થતા હોઈ છે દર્દીને અચાનક તાવ આવે, ઉલટી, ઝાડા થવા,અને શરીરમાં કળતર જેવી બીમારીઓ થતી હોઈ છે જેમાં મુખ્યત્વે મચ્છર, માખી, જાહેરમા ગંદકી, ખુલ્લી ગટરો,ગંદા પાણી અખાદ્ય ખોરાખ જેવા વાહકો દ્વારા ફેલાતા હોઈ છે. ત્યારે નાના બાળકો મા આ રોગચાળો જલ્દી થી ફેલાતો હોઈ છે નવજાત બાળકો વૃદ્ધ લોકો ને વહેલી અસર જોવા મળતી હોઈ છે ત્યારે તેને અટકાવવા માટે સમગ્ર તાલુકાના ગામો મા માખી,મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો જરૂરી બની ગયુ હોઈ લોક ચર્ચા પ્રમાણે ચોમાસા દરમિયાન શેહરી વિસ્તાર હોઈ કે નાના ગામ,કસ્બા, સહિત ના વિસ્તારો મા સફાઈ કામગીરી, તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુદ્ધ સ્તરે કામગરી કરી રહ્યા હોઈ તેમ હજુ સુઘી ઝગડીયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યું નથી
ગ્રામપંચાયત, તાલુકા ના વહીવટી તંત્ર દ્વવારા કોઈ જાતના પાઉડર,દવાના છટકાવ સહિત ની કોઈ કામગીરી ગામમાં કરવામાં આવતી નથી : એક ગ્રામજન ઝગડીયા
આરોગ્ય કર્મીઓ અને અન્ય કર્મચારીઓ ચોમાસુ શરૂ થયું ને ઘણા દિવસો થવા આવ્યા છતાં ઘણા ગ્રામ્ય વિસ્તાર મા હજુ સુધી માખી,મચ્છરજન્ય રોગ નિવારણ માટે કોઈ પાઉડર કે દવા છાંટવાની કામગરી કરવામાં આવી નથી ત્યારે ઝગડીયા આરોગ્ય વિભાગ અને તાલુકા કચેરી કે પછી ગ્રામપંચાયતો તરફથી લોકો ના પરીવારજનો અને તેઓ ના બાળકોના સ્વાસ્થ્ય માટે કોઈ પણ જાત ના અગમચેતીરૂપ પગલા લેવામાં આવ્યા હોઈ તેમ પ્રથમ દ્રસ્ટીએ આમ જનતા ને હજુ સુધી દેખાયું નથી ત્યારે ઝગડીયા આરોગ્ય વિભાગ આ બાબત ને ગંભીરતા થી લઈ ને યુદ્ધ સ્તરે ગામો,ગલી, કસ્બા, તથા શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ કોલેજમા સ્ક્રીનિંગ કરી થનાર રોગો નું નિદાન સહિત પાવડર છંટકાવની કામગીરી હાથ ધરશે કે પછી તંત્ર ઘોર નિંદ્રા મા પોઢી રહશે…
More Stories
” જૂનાગઢ જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ ક્વાટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું