DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

કીમ નદીમાં ભારે ઘોડાપૂર આવતા વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.

Share to

તરોજ વાલિયા-નેત્રંગ તાલુકાનાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી.કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડાઈવર્ઝન ધોવાઈ જતાં આજરોજ કોન્ટ્રાકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા,સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા અને સ્થળ પર દોડી આવી ડાઈવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.આગેવાનોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવતાં વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલ આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાઈવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed