October 17, 2024

વીતેલા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં 61 મિમી ખાબક્યો

Share to

અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 351 મિમી નોંધાયો

વરસાદી મૌસમ વચ્ચે સહેલાણીઓ બંને તાલુકાઓમાં ભરમાર

નિનાઈ ધોધ,કુનબાર માલ સામોટ,દેવમોગરા સહિતના વિસ્તારોમાં મૌસમને મનભરીને માણતા સહેલાણીઓ

સાગબારા સહિત ડેડીયાપાડા તાલુકામાં ગઈકાલે વરસાદે જોરદાર બેટિંગ કરતા સર્વત્ર વરસાદ વરસ્યો હતો.મોડીસાંજે બંને તાલુકાઓમાં વરસાદે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી લોકોને વરસાદી માહોલ નો અહેસાસ કરાવ્યો હતો. હાલ વરસાદી માહોલ વચ્ચે સાગબારા અને ડેડીયાપાડા એમ બંને તાલુકાઓમાં સહેલાણીઓ વરસાદની મૌસમને મનભરીને માનવા આવી રહયા છે.

શનિવારે સાંજે સાગબારા અને ડેડીયાપાડા તાલુકાઓમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોએ કરેલા વાવેતરની ફાયદો થશે. ત્યારે ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમીધારે વરસાદે બંને તાલુકાઓ ને ભીંજવી નાખ્યા હતા. સાગબારા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 61 મિમી જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ડેડીયાપાડા તાલુકામાં 30 મિમી તો નાંદોદ તાલુકામાં 33 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે તિલકવાડા તાલુકામાં 29 મિમી અને ગરૂડેસ્વર તાલુકામાં માત્ર 10 મિમી વરસાદ નોંધાયો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ ધીમે ધીમે વરસાદે પોતાનો અસલી મિજાજમાં આવી જઈને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી મૂકી હતી.અને લોકોને ગરમીમાં મહદઅંશે રાહત મળી હતી.

હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સાગબારા તાલુકાના દેવમોગરા સહિત ડેડીયાપાડા તાલુકાના નિનાઈ ધોધ, કુનબાર ,માલ સામોટ સહિત ના અનેક ફરવાના સ્થળોએ સહેલાણીઓને ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. અને વરસાદી માહોલ વચ્ચે મૌસમને મનભરીને માનતા જોવા મળી રહયા છે. ચારેકોર લીલાછમ જંગલો અને વરસાદી માહોલમાં પડતા વરસાદને માણવો એક કુદરતી લહાવો જ કહેવાય.અત્યારે આ બંને તાલુકાઓમાં સહેલાણીઓ આવી રહયા છે.
ત્યારે વરસાદની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ચાલુ સીઝનમાં સૌથી વધુ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 351 મિમી ,ત્યારબાદ સાગબારા તાલુકામાં 343 મિમી ,તિલકવાડા તાલુકામાં 334,નાંદોદ તાલુકામાં 311 અને ગરૂડેશ્વર તાલુકામાં 119 મિમી જેટલો વરસાદ પડયો છે.જે કુલ વરસાદ 1458 મિમી અને સરેરાશ વરસાદ 292 મિમી જેટલો નોંધાયો છે.છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન ભરીને વરસતા ન હતા પરંતુ શનિવારે મેઘરાજા મનભરીને વરસતા ખેડૂતોમાં ખુશહાલી ની લહેર જોવા મળી હતી.


Share to

You may have missed