October 17, 2024

“વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન ” થીમને અનુસરતા…વરસતા વરસાદમાં નેત્રંગ આરોગ્ય વિભાગ દ્નારા રેલીનું આયોજન કરાયું.

Share to

નેત્રંગ આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ આજ રોજ “વિશ્વ વસ્તી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નેત્રંગ તાલુકામાં પણ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ દુલેરા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ તમેજ તમામ મેડિકલ ઓફિસર સી.એચ.ઓ તેમજ તમામ એમ.પી.એચ.ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતેથી નેત્રંગ ચાર રસ્તા ફરી વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૪ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.
લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.


નેત્રંગમાં વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે વરસતા વરસાદમાં નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર એ.એન.સિંગની ઉસ્થિતિમાં “વિકસિત ભારત ની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાન” થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્નારા જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed