જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા તેમજ બહારના જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગંભીર ગુન્હાના નાસતા-ફરતા/ પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અન્વયે જૂનાગઢ જિલ્લા ખાતે આવતા ઉપરોકત ગુનાના કામે અટકાયત કરવા સોંપી આપવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ સીટી એ ડીવીઝન પો.સ્ટે.માં એટ્રોસીટી એકટ મુજબના કામે સેશન્સ કેસ નં.૦૪/૨૦૦૫ ના કામેના આરોપી અલી અબ્દુલા હાલા ગોધાવવાની પાટી હરમુખ વસ્તના મકાનમાં જુનાગઢ વાળો છેલ્લા ૧૯ વર્ષથી જામીન મળ્યા બાદ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહિ રહી નાસતો ફરતો હોય. જેથી નામદાર કોર્ટ દ્વારા આરોપીનું ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ. જે વોરન્ટની બજવણી કરવા ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢને સોંપતા આ કામે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સ્ટાફને ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, મજકુર ધરપકડ વોરન્ટનો આરોપી અલી અબ્દુલાભાઇ હાલા હાલ મંડલીકપુર ગામે વાડી વિસ્તારમાં આંબાના બગીચામાં કામ કરતો હોવાની હકિકત જાણવા મળતા તાત્કાલીક હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર ધરપકડ વોરંટનો આરોપી મળી આવતા નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા જેલ વોરનટ ભરી આપતા મજકુર આરોપીને જિલ્લા જેલ, જૂનાગઢ ખાતે સોંપવામાં આવેલ છે.
કાઇમ બ્રાન્ય જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોનસ સાહિલ સમા એ રીતેના પો.સ્ટાફએ અલી અબ્દુલાભાઈ હાલા રહે. જૂનાગઢ આરોપી અલી અબ્દુલાભાઈ હાલા જૂનાગઢ ધારાગઢ દ૨વાજા હાલ મંડલીકપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો