November 21, 2024

જૂનાગઢના આબેદાબેન પઠાણનો 11000 કિંમત નો અગત્યના ડેટા સેવ કરેલો મોબાઇલ ખોવાઈ જતા મૂંઝવણમાં મુકાયા હતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં મોબાઈલ શોધીને મહિલા અરજદારને પરત કર્યો

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર આબેદાબેન જાહિદખાન પઠાણ જૂનાગઢના વતની હોય, આબેદાબેન ચિતાખાન ચોકથી સરદાર બાગ તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. સરદાર બાગ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* આબેદાબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષામાં શોધવાનો પણ પ્રયત્ન કરેલ તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તથા આબેદાબેનનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. પાયલબેન વકાતર, હરસુખભાઇ સિસોદીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી આબેદાબેન પઠાણ જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે સ્થળના સીસીટીવી ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા આબેદાબેનનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન ચિતાખાના ચોકમાં જ ઓટો રિક્ષામાં બેસતા સમયે પડતો હોય તેવું CCTV માં સ્પષ્ટ જોવા મળેલ ત્યારબાદ તુરંત જ એક અજાણ્યો બાઇક ચાલક તે મોબાઇલ ફોન લેતો જણાય આવેલ છે જે આધારે તે અજાણ્યા બાઇક ચાલકનો સમગ્ર રૂટ ચેક કરી તે બાઇકનો રજી નં. GJ-11-AH-0264 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ.આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આબેદાબેનનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને આબેદાબેન પઠાણએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા આબેદાબેને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આબેદાબેન પઠાણનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed