DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ માં બાઇક સાથે યુવક કેનાલમાં ખાબક્યો,

Share to

મૂખ્ય કેનાલ પર આવેલ એકવાડેક્ટ પર થી થઈ રહ્યો હતો પસાર,


નજરે જોનાર એક યુવકે બચાવવા ની કરી કોશિશ,

પાણી નો પ્રવાહ વધુ હોઈ યુવક પાણી માં લાપતા બન્યો,


દશ વર્ષ પહેલા આજ જગ્યા એ થી કાર ખાબકતા પાંચ યુવાન નો ના મોત થયા હતા,

આજે ફરી એક વાર ગોઝારો બનાવ બનતા યુવક પાણી માં તણાયો,


સજવા ગામ નો આ યુવક વાઘોડિયા ખાતે જઈ રહ્યો હતો,

બોડેલી પાસે અલ્હાદપુરાના નર્મદા એકવેડેક્ટ પરથી પસાર થતાં બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક રેલિંગ તોડીને પાણીમાં પડી હતી.
અલ્હાદપુરા તરફ થી બોડેલી તરફ એક યુવક બાઇક લઈને ત્યાંથી આવી રહ્યો હતો અને પૂરપાટ બાઇક વળાંક માં આવવાને બદલે રેલિંગ તોડી સીધું પાણી માં પડ્યું હતું. જેથી યુવક પાણી માં ડૂબ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બાઇક પાણી માં દેખાય છે, જ્યારે એક થેલો પાણી માં તરતો હતો તેને બહાર કાઢી થેલા માં તપાસ કરી તો આધાર કાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ હતા, તેને આધારે તપાસ ચાલી રહી છે. જયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચા રહે. સલોજ જી. વડોદરા ના નામે ડોક્યુમેન્ટ થેલા માથી મળી આવ્યા છે. બોડેલી પોલીસ ઘટનાસ્થળે આવી વધુ તપાસ ચલાવી રહી છે. ઘટનાને બે કલાક કરતા વધુ સમય થયો છતાં તંત્ર દ્વારા બાઇકને અથવા તો અંદર પડેલ યુવાને શોધવાનામાં કોઈ પ્રયાસ કરવામાં ન આવ્યો ત્યારે સ્થાનિક તરવૈયાઓના મદદથી બાઇકને કેનાલ માંથી બહાર કાઢવામાં આવી યુવાનની લાશ હજુ સુધી મળી નથી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની લાશ શોધવાની કામગીરી ચાલુ જોવા મળી પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવાનની લાશ આગળ ગઈ હોય તેવું અનુમાન જોવા મળ્યું યુવાન બાઈક સાથે કેનાલમાં ખાબકીઓ હતો ત્યારે નજરે જોનાર યુવકોએ તેને બચાવવાની કરી હતી કોશિશ પણ કોશિશ સફળ થઈ ન હતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to