November 21, 2024

ભરૂચમાં કાયદો-વ્યવસ્થા બાબતે સંદિપ માંગરોલાની સરકારમાં રજૂઆતતા.૩૦-૦૮-૨૦૨૧ નેત્રંગ

Share to


પ્રાપ્ત માહિત મુજબ ન

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લા કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોલાએ ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસે કથળી હોવાથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લેખિત રજુઆત કરતાં ચકચાર મચી જવા પામી હતી.જેમાં છેલ્લા એક મહિનાની અંદર લૂંટફાટ મારામારી અને ખૂની હુમલો ના અનેક બનાવો ભરૂચ શહેર અને જીલ્લા બની રહ્યા છે.જગડીયા જીઆઈડીસીમાં રેતીના ધંધા સાથે સંકળાયેલા નવયુવાનનો કિષ્નપાલ મણિલાલ વસાવા અને કરણ કુમાર રમેશભાઈ મિસ્ત્રી ને જગડીયા જીઆઇડીસીથી અંકલેશ્વર તરફ આવતા ચજીતાલી જીઆઇડીસી રોડ ઉપર તેઓના વાહન ઓવરટેક કરી ફિલ્મી ઢબે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ અગ્રણી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે.ભરૂચ જિલ્લાનો પોલીસ રેકોર્ડ તપાસવામાં આવે તો અનેક ગુનાઓ ભેદ ઉકેલી શકાયું નથી અને ક્રાઇમ રેટ પણ વધતો જાય છે.દારૂબંધી હોવા છતાં જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. પોલીસ મુખ પ્રેષક બનીને આરોપીઓને સાવરી રહી છે.પોલીસ દ્વારા પણ શાસક પક્ષના આગેવાનો દબાણ હેઠળ મનગઢત કાર્યવાહી કરાઈ રહી છે ઘણા કિસ્સાઓમાં રાજકીય દબાણ હેઠળ નિર્દોષોને આરોપી બનાવી દેવામાં આવશે જ્યારે સાચા આરોપીઓ ખુલ્લેઆમ ફરી અને ગેરકાયદેસર ધંધાઓ પોલીસ રહેમરાહે ચલાવી રહ્યા છે ભરૂચ જિલ્લાના પોલીસ તંત્રને પ્રજાજનોની વિશ્વાસ ટકાવી રાખવા માટે અને જિલ્લા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે નિષ્ફળ ભૂમિકા ભજવવાની છે દિનેશ અડવાણી ઉપરનો હુમલો અને તા.૨૮-૮-૨૦૨૧ નો બંને આશાસ્પદ યુવાન મિત્રો ઉપરનો હુમલામાં રાજકીય બુ આવી રહી છે ત્યારે પોલીસ આરોપીઓને ઝડપવા કેમ નિષ્ફળ નીવડી રહી છે એ પ્રશ્નો ઉપસ્થિત થતા પોલીસની કામગીરી સામે પણ શંકાઓ ઊભી થાય છે,તેવા અનેક પ્રકારના મુદ્દાઓ સાથે રજુઆત કરાઈ હતી.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed