December 5, 2024

ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં, વ્યાજખોરોને ડામવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, મુખ્યમંત્રીનો મોટો આદેશ

Share to

વ્યાજખોરો અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત સરકાર એકશનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાલ ચાલી રહી છે.. સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરાઇ છે

31 જૂલાઇ સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ

ગત 21 જૂનથી આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.. જે 31 જૂલાઇ સુધી ચાલશે. આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

સરકારે આપી આ સૂચના

અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા

તા.૨૧મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.


Share to

You may have missed