ખરીફ પાકોનું વાવેતર- ભરૂચ જિલ્લો
વાવણીલાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું અંદાજિત ૧૫૪૩૭૭ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર
સોયાબીન, કપાસ અને તુવેરની સાથે કેળા અને શાકભાજીની વાવણી- રોપણીનું કાર્ય પૂરજોશમાં, સારા વરસાદની શક્યતાને પગલે વાવેતર વધવાની પ્રબળ શક્યતા
**
ભરૂચ- સોમવાર – રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદાં – જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવિણ માડાંણીના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ ૫૯૫૨૫ હેક્ટરમાં કપાસ, ૨૪૬૪૫ હેક્ટરમાં તુવેર, ૪૮૦૦ હેક્ટરમાં સોયાબિન, અને બિનપિયત મળી ૨૫૬૩ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. તે ઉપરાંત શેરડી, , જુવાર-બાજરી-મકાઈ તથા છે. અને મગ, મઠ, અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચુક્યું છે. આમ કુલ ૧૫૪૩૭૭ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે.
તે સાથે સરેરાશ કૃષિક્ષેત્રે ભરૂચ જિલ્લાની જાણવા જેવી વિગતો….
ભરૂચ જીલ્લા ખાતે રાજયમાં સૌથી વધારે તુવેર પાકનો વિસ્તાર છે. તે સરેરાશ ૭૪૫૬૪ હેક્ટર જેટલો છે જે રાજ્યના ૩૨.૧૦% થાય છે.
રાજયમાં રાજયમાં સૌથી વધારે કેળાં પાકનો વિસ્તાર ભરૂચ જીલ્લામાં છે. અને તે સરેરાશ ૯૭૫૪ હેક્ટર જેટલો છે જે રાજ્યના ૨૯.૫૯% થાય છે.
રાજયમાં શેરડી પાકના વિસ્તારની દ્રસ્ટીએ સુરત પછી ભરૂચ બીજા ક્રમે આવે છે. જે સરેરાશ ૩૪૧૫૦ હે છે. જે રાજ્યના ૨૪.૯૨% થાય છે.
જીલ્લામાં સૌથી વધુ વિસ્તાર કપાસ પાકનો છે. જે ૮૮૧૬૬ હે છે. તેમ છતાં તે રાજ્યના માત્ર ૩.૬૩% જેટલો જ છે. જ્યારે જીલ્લામાં વાવેતરની દ્રષ્ટીએ તુવેર બીજા ક્રમે આવે છે. તેમ છતાં રાજયમાં તે સૌથી વધારે છે. અને રાજ્યના ૩૨.૧૦% થાય છે.
જીલ્લામાં રૂ નું ઉત્પાદન ૨૩૯૦૨૦ ગાંસડી છે. જે રાજ્યના ૨.૯૮% થાય છે. (એક ગાંસડી એટલે કે ૧૭૦ કીલો રૂ) જ્યારે તુવેરનું ઉત્પદન ૭૬૦૭૬ મે. ટન છે. જે રાજ્યના ૩૦.૪૬% થાય છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર અંદાજિત ૨ લાખ હેક્ટર આસપાસ રહેતું હોય છે. હાલમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, જંબુસર, આમોદ, તાલુકાઓમાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદ સાથ આપશે તો ખૂબ સારું વાવેતર થશે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું નીવડશે, એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
More Stories
ભાજપના સદસ્યતા અભિયાનમાં તંત્રનો દુરુપયોગના આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું હલ્લાબોલ
જૂનાગઢ ના ભેસાણ તાલુકાની જીન પ્લોટ ક્લસ્ટરમાં લખતર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ- યોજાયુ 9, જેટલી સરકારી પ્રાથમિક શાળામાંથી 36 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી .
* નેત્રંગ તાલુકામાંથી બે અલગ-અલગ સ્થળો ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો * રૂ.૧,૨૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો,એક ખેપિયો પકડાયો-બે ફરાર