જૂનાગઢના પરબધામ મંદિરના મનોરંજન મેળા મા બેસનની માધવ સ્કૂલના સાત જેટલા બાળકો સ્કૂલના પડી ગયેલ જેમને તેના શિક્ષક ના મોબાઈલ નંબર બાળકો પાસેથી જાણી લઇને સંપર્ક કરીને તમામ બાળકોને શિક્ષકને પરત કરેલ તેમજ
ભેસાણ તાલુકાના રાણપુર ગામ નો નાનો છોકરો હેત મહેશભાઈ મોણપરા તેના પરિવાર થી વિખૂટો પડી જતા એકલો રડતો હોય જે મનોરંજન ગ્રાઉન્ડ ટાવર તથા રાવટી પોઇન્ટ નાં સ્ટાફ HC પરેશભાઇ હુણ તથા SRP દીપકભાઈ કડછા તથા વિવેકભાઈ સિહાર તથા GRD સંજયભાઈ સોલંકી જયેશભાઈ પરમાર
નાં ધ્યાને આવતા છોકરો એકદમ રડતો હોય તેને છાનો રાખી તેના પિતા નાં મો.નં મેળવી ફોન કરતા ફોન લાગતાં ન હોય જેથી મેળા મા પેટ્રોલીંગ ફરી તેના પરિવાર નાં સભ્યો ને શોધી સોંપી આપતા પરિવાર તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ સ્ટાફ દ્વારા જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર ને સાર્થક કરવામાં આવ્યું
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો