મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ખાતે પરંપરાગત રીતે સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલકામના કરી હતી.