November 22, 2024

જૂનાગઢના મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામ પાસેથી  કિ.રૂ. ૧,૪૪,૦૦૦/-માનવ વાળની લૂંટ કરનાર આરોપીને પકડી પાડતી મેંદરડા જુનાગઢ પોલીસ

Share to

પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સૂચના મુજબ તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલ્યા સાહેબ તેમજ જુનાગઢ ડીવીઝનનાં સર્કલ પો.ઇન્સ શ્રી એન.એલ.પાંડોર સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરી તથા ઘરફોટ ચોરી તથા લુંટ જેવા મિલકત સબંધી દાખલ થયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે આધારે મેંદરડા પોલીસ સ્ટેશન.માં બી.એન.એસ. કલમ જી.પી.એક્ટ કલમ મુજબનાં ફરીયાદી શ્રી બાલુભાઇ ઉર્ફે બાલો જીલુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉ.વ.૨૭ ધંધો વાળ લે-વેચનો રહે. મેંદરડા સામાકાંઠા સમઢીયાળા રોડ ઉપર પ્રફુલભાઇ ગજેરાના વંડામાં તા.મેંદરડા વાળાએ અત્રે પોતાની ફરીયાદ રજી. કરાવેલ હોય કે આ કામના ફરી. તથા સાહેદ ચલાળાથી ફરી.ની મોટર સાયકલ રજી. નંબર જી.જે.૧૪ બી.એફ ૩૧૯૦ વાળીમાં માનવ વાળ આશરે છત્રીસ કિલો જેની કિ.રૂ. ૧,૪૪,૦૦૦/- લઇને આવતા હતા ત્યારે બપોરનાં અઢી પોણા ત્રણેક વાગ્યાની આસપાસ જામકા ચોકડી થી મોટી ખોડીયાર ગામની વચ્ચે પહોંચતા એક સફેદ કલરની ઇકો ગાડી જેના રજી નંબર જી.જે.૩ ૨.ટી.૫૪૫૦ વાળીમાં આ કામના આરોપીઓએ અગાઉથી કાવતરૂ રચી આવી ફરી. તથા સાહેદને છરી બતાવી ફરી. પાસે રહેલ વાળ ભરેલ કોથળો કિ.રૂ.૧,૪૪,૦૦૦/-તથા મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૧,૭૪,૦૦૦/- ની લુંટ કરી કોઇ ચોર ઇસમ લઇ ગયેલ હોય જે ગુન્હો અનડીટેક્ટ હોય જેથી આ ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ મેંદરડા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.એસ.એન.સોનારા સાહેબ નાઓ તેમજ મેંદરડા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરવા રવાના કરેલ તેમજ ખાનગી રાહે અંગત બાતમીદારો દ્વારા માહિતી મેળવવા તજવીજ કરેલ તે દરમ્યાન અત્રેના પો.સ્ટેના પો.કોન્સ કમલેશભાઈ પાથર નાઓને ખાનગી રાહે હકીકત મળેલ તે આધારે આરોપી નં (૧) આશિફભાઈ જુમાભાઈ દલ જાતે.ગામેતી ઉ.વ.૪૦ ધંધો.વાળ લે-વેચનો(ર) સફીરભાઈ મમદભાઈ સોલંકી જાતે.મીર મુસ્લીમ ઉ.વ.૨૩ ધંધો ફરસાણનો (૩) દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ બાલુભાઈ સોલંકી જાતે મીર મુસ્લીમ ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઈવિંગ રહે.ત્રણેય કોડીનાર વિરાટનગર જી.ગીરસોમનાથ વાળાઓને રાઉન્ડ અપ કરી ઉપરોક્ત લુંટ માં ગયેલ ૧૦૦% મુદામાલ રીકવર કરેલ તેમજ મજકુર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે. જે આરોપીઓ તથા

કબ્જે કરવામાં આવેલ મુદામાલ
માનવ વાળ ભરેલ કોથળો કિ.રૂ.૧.૪૪,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ. ૩૦,000/- તેમજ ગુન્હામાં વપરાયેલ હથીયાર છરી નંગ -૧ કી.રૂ ૦0/00 એમ મળી કુલ કિ.રૂ. ૧.૭૪,૦૦૦/-

પકડાયેલ આરોપી:-(૧) આશિકભાઈ જુમાભાઈ દલ ગામેતી ધંધો. વાળ લે-વેચનો . કોડીનાર વિરાટનગર જી.ગીરસોમનાથ(૨) સફીરભાઈ મમદભાઈ સોલંકી . મીર મુસ્લીમ કોડીનાર વિરાટનગરજી ગીરસોમનાથ (૩) દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ બાલુભાઈ સોલકી જાતે મીર મુસ્લીમ .કોડીનાર વિરાટનગર જી.ગીરસોમનાથ

(૧)પો.સબ.ઇન્સ. એસ.એન.સોનારા સા.(૨)પો.હેડ.કોન્સ. અરવિંદભાઈ હિરાભાઈ હેરભા(3)પો.હેડ.કોન્સ. મેરામણભાઈ
રામભાઈ વાળા (૪) પોલીસ કોન્સ દિનેશભાઈ મેણંદભાઈ ચાવડા (૫) કમલેશભાઈ દેવાભાઈ પાથર (૬)
મગનભાઈ મકવાણા (૭) રજનીકાંતભાઈ હરસુખભાઈ મહેતા (૮) નવલભાઈ દલસુખભાઈ નળીયાપરાપો.સ્ટે.ના સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to