સરકારી વિનયન અને વાણિજય કોલેજ, ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે નવી કોલેજની શરૂઆત કરવામાં આવી છે.

Share to

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે નવી કોલેજની શરૂઆત કરવામાં આવી છે. જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તે હાલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કામચલાઉ ધોરણે સરકારી વીર સુખદેવ પ્રાથમિક શાળા, એકતાનગર (કેવડીયા) તા.ગરૂડેશ્વર જિ.નર્મદામાં ખાતે કાર્યરત છે. જેમાં સ્નાતક કક્ષાએ સામાન્યપ્રવાહ(B.A.)માં ગુજરાતી, હિન્દી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ ,અર્થશાસ્ત્ર અને વાણિજય પ્રવાહ(B.COM)ના વિષયોની શરૂઆત કરવામાં આવી છે. તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવીને આ કૉલેજમાં શિક્ષણનો લાભ લે, એ હેતુથી જાણ કરવામાં આવે છે.

નોંધ: વિદ્યાર્થિઓએ એડમિશન મેળવવાં Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તા. 04/07/2024થી તા. 06/07/2024 સુધી Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી આ સંસ્થાનો લાભ મેળવી શકે છે.


Share to

You may have missed