જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક થી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુઠાઓ શોધી કાઢવા અને આવા ગુઠાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરુ પાડેલ હોય. જેમા જુનાગઢ શહેર વિસ્તારમાં વાહન ચોરીના અનડીટેક્ટ બનાવો બનેલ હોય અને આવા ગુન્હાના કામે સંડોવાયેલ ઈસમોને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવા માટે કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે જે પટેલ સા.ની સુચના માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાન્ચના પો.સ્ટાફના અધિકારીશ્રીઓ તથા માણસો કાર્ય૨ત હોય તેમજ નેત્રમ શાખા જૂનાગઢના પો.વા.સ.ઈ.શ્રી પી.એચ.મશરૂ તથા પો.સ્ટાફ દ્વારા જિલ્લામાં નોંધાવેલ વાહનચોરીના બનાવો બાબતે વૈભવ ફાટક તથા મુબારક બાગ પારોથી ચોરી થયેલ મોટર સાયકલ બાબતે ટેકનીકલ સર્વેલન્સ આધારે સી.સી.ટી.વી. કેમેરામાં કેચ થયેલ ચોરી થયેલ મોટર સાયકલ બાબતેની કલીપ બનાવી કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે જે પટેલ નાઓને મોકલતા પો.ઈન્સ. શ્રી જે.જે.પટેલ શા.એ પો.સ્ટાફના માણસો ઉક્ત બાબતે સમજ કરી સદરઠું મો.સા. ચોરી કરનાર સમોને શોધી કાઢવા પો.સ્ટાફને સુચના કરતા આજરોજ કાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ, વનરાજસિંહ ચુડારામા, જીતેષ મારૂ, આઝાચિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ ચેતર્નાસંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. દિવ્યેશકમાર ડાભી વિગેરે પો.સ્ટાફના માણસોને સંયુક્તમાં ખાનગીરાઠે ચોક્કસ હકિકત મળેલ કે, જૂનાગઢ ડોક્ટર હાઉસ પાછળ રેલ્વેના પાટા સામે બે ઇસમો એક મોટર સાયકલ સાથે હોય જેમાં એક બર્ગમેન મો.સા. કાળા કલરનું છે અને જે ઉપરોક્ત મોટર સાયકલ બંને ઇસમોએ ચોરી અગર તો છળ કપટથી મેળવેલ છે. જેમાં એક ઇસમએ શરીરે કાળા કલરનો ડીઝાઈન વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ બીજા ઈસમએ શરીરે આસમાની ક્લ૨નો સર્ટ તથા બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્સ હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઈડ કરવા સારૂ બે પંચોને હકિકતની સમજ કરી સાથે રાખી મોબાઈલ ફોનમાં વિડીયો રેકોડીંગ ચાલુ કરી રેલ્વે પાટા નજીક આવતા રેલ્વે પાટા સામે રોડની સામેની સાઈડે બે ઈસમો ઉપરોક્ત વર્ણન વાળા મોટર સાયકલ સાથે જોવામાં આવતા બંને ઇસમોને પકડી પાડી ઉપરોક્ત મો.સા.ની આર.સી.બુક તથા આર.ટી.ઓ. લગત કાગળો માંગતા બંને ઇસમો ગલ્લા તલ્લા કરવા લાગતા અને ગોળ ગોળ જવાબો આપતા હોય. જેથી હવાલાનું મોટર સાયકલ કાળા કલ૨નુ, ચુઝુડી કંપનીનું બર્ગમેનની કિ.રૂા. ૬૫,000/- ગણી પંચનામા વિગતે બી.એન.એસ.એસ. (ભારતીય નાગરીક સુરક્ષા રાહિતા ) 9.90% મુજબ તપારા અર્થે કબ્જે કરવામાં આવેલ. તેમજ મજકુર બંને ઈરામોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરા કરતા આરોપી નં.૧ તથા ૨ નાએ ૧૫ દિવસ પહેલા મુબારકબાગ રોડ ઉપરથી એક મો.સા. તથા ૨૦ દિવસ પહેલા રેલ્વે ફાટક નજીક એક કોમ્પલેક્ષ નજીક એક એકટીવા મો.સા.ની ચોરી કરેલ જે બંને મો.સા. એરા.ટી. બરા સ્ટેશનના પાર્કીંગમાં રાખેલ હોવાની હકિકત જણાવતા બડો ઈસમોને સાથે રાખી બસ સ્ટેશનના બીજા ગેઈટ ઉત્તર બાજુની દિવાલ પાસે બે મો.સા. પડેલ જોવામાં આવતા બન્ને મોટર સાયકલ બી.એન.એચ એરા. કલમ-૧૦૧ મુજબ કબ્જે કરી બંને ઈસમોને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-મુજબ ધોરણસર અટક કરી જૂનાગઢ બી ડીવીઝન પો.સ્ટે ને સોંપવામાં આવેલ.
અટક કરેલ આરોપીઓ દ્વારા આપવામાં આવેલ કબુલાતઃ-(૧) એક મહિના પહેલા મુબારકબાગ નજીકથી મનોજ તથા રામજીએ એક બર્ગમેન મો.સા.ની ચોરી કરેલ છે. જે અંગે ખરાઈ કરતા જુનાગઢ બી ડીવી. પો.સ્ટે માં આઈ.પી. મુજબ દાખલ થયેલ છે.(૨) આશરે પંદરેક દિવસ પહેલા મે તથા રામજીએ મુબારકબાગ પાસેથી એક હોન્ડા ડ્રીમ મો.સા. ચાલી ભરાવેલ પડેલ હોય તે ચાલુ કરી તેની ચોરી કરી લઇ જાઈ મે તથા રામજીએ મો.સા. બસ સ્ટેશનના પાર્કીંગમાં રાખી દીધેલ હતી.જે અંગે ખરાઇ કરતા જુનાગઢ બી ડીવી. પો.સ્ટે.માં આઈ.પી.સી. મુજબ દાખલથયેલ છે.(3) આશરે વીસેક દિવસ પહેલા મે તથા રામજી બંને જણા જુનાગઢ રેલ્વે ફાટક નજીક એક કોમ્પલેક્ષ નજીક એક એકટીવામાં ચાવી લગાડેલ પડેલ હતી. જેથી મે તથા રામજીએ આ એટીવા મો.સા.ની ચોરી કરી લઈ જઈ મેં તથા
રામજીએ મો.સા. બસ સ્ટેશનના પાર્કીંગમાં રાખી દીધેલ હતી.
અટક કરેલ આરોપીઓઃ– (૧) મનોજ સ/ઓ સીકભાઈ શામજીભાઈ સોલંકી, વાલ્મીકી ઉવ.૨૫ ધંધો, સફાઈકામ મુળ જાંબુર ગામ તા.તાલાલા જી.ગીર સોમનાથ હાલ જુનાગઢ બગનાથ શેરનાથ બાપુની જગ્યાની પાકીંગમાં(૨) રામજી સ/ઓ ભુપતભાઈ શામજીભાઈ ઉતેરીયા, કોળી ઉવ.૨૭ ધંધો. સફાઈકામ રાજકોટ મોરબી રોડ,વેલનાથ પરા શેરી નં.૭ હાલ જુનાગઢ ભગનાથ શેરનાથ બાપુની જગ્યામાં
કબ્જે કરેલ મુદામાલઃ કાળા કલરનું સુઝુકી કંપનીનું બર્ગમેનની કિ.રૂ. ૬૫,૦૦૦/-
હોન્ડા કંપનીનું ગ્રે કલરનું એકટીવા કિ.રૂ.90,000/-હોન્ડા કંપનીનું બ્રાઉન્ડ કલરનું ડ્રીમ યુગા કિ.રૂ.૪૫,૦૦૦/-કુલ કિ.રૂા.૧,૭૦,૦૦૦/-
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા નેત્રમ શાખાન પો.સ.ઈ.શ્રી પી.એચ. મશરૂ તથા કાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા,
જીતેષ મારૂ, આઝાઈસંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો રકોડનાપો.કોન્સ. દિવ્યેશકુમાર ડાબી તથા નેત્રમ શાખાના પો.સ્ટાફના માણસો એ રીતેના પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી
કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન