October 3, 2024

ઝઘડિયા તાલુકાની એક પરિણિત યુવતીને બીભસ્ત ચેનચાળા કરી હેરાન કરનાર યુવક વિરૂધ્ધ ફરિયાદ કરાતા હેરાન કરનાર યુવકને રાજપારડી પોલીસે ઝડપી લીધો…

Share to

ઘણા સમયથી તેણીનો પીછો કરીને ચેનચાળા કરીને હેરાન કરતો હતો,અને બીભસ્ત ઇસારા કરતો હતો..

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા..

કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા ઇસમો દ્વારા ઘણીવાર ધૃણાસ્પદ વર્તન કરાતું હોવાની ઘટનાઓ બનતી હોય છે. કેટલીકવાર આવા ઇસમો બીભસ્ત ચેનચાળા કરીને યુવતીઓ કે મહિલાઓને હેરાન પણ કરતા હોય છે. આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકાની એક પરિણિત યુવતી સાથે બનતા આ પરિણિતાએ તેને હેરાન કરનાર યુવક સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. ઘટનાની વિગતો જોઇએ તો આ પરિણિત યુવતી ઝઘડિયા તાલુકામાં આવેલ તેના સાસરીના ગામે પરિવાર સાથે રહે છે. એક યુવક આ પરિણિતાને છેલ્લા ઘણા સમયથી તેણીનો પીછો કરીને ચેનચાળા કરીને હેરાન કરતો હતો,અને બીભસ્ત ઇસારા કરતો હતો. દરમિયાન ગતરોજ સવારના દસ વાગ્યાના અરસામાં આ પરિણિતા તેની દેરાણી સાથે ઘરના નીચેના ભાગે સાફસફાઈ કરવા આવી હતી અને તેઓ રૂમોની સફાઇ કરતા હતા તે સમયે એક બુરખો પહેરેલ વ્યક્તિ ત્યાં આવી હતી અને આ પરિણિતાને હાથથી ચેનચાળા કરવા લાગેલ. ત્યારબાદ યુવતી અને તેની દેરાણીએ બુમાબુમ કરતા ફળિયામાં રહેતા કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બુરખાવાળી વ્યક્તિને પકડી લીધેલ. ત્યારબાદ યુવતીનો પતિ પણ ત્યાં આવી જતા બુરખાવાળી વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેનો બુરખો ઉતારાવતા તે વ્યક્તિ ઘણા સમયથી યુવતીને હેરાન કરનાર યુવક હોવાની જાણ થઇ હતી.આ યુવક ભવિષ્યમાં કોઇ હાનિ પહોંચાડે કે છેડતી કરે તેવી દહેશત હોઇ સદર પરિણિત યુવતીએ તેને વારંવાર હેરાન કરનાર ઇમ્તિયાઝ સબ્બિર દાયમા (દિવાન) રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગણતરીના કલાકોમાં સદર ઇસમને ઝડપી લીધો હતો.


Share to

You may have missed