નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર અંગે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા. ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં હાઇકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતાં ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેંડર કર્યું હતું. જો કે, ચૈતર વસાવાને હાઇકોર્ટની રહાત મળી છે. નર્મદા અને ભરૂચમાં પ્રવેશબંધીમાંથી ધારાસભ્યને મુક્તિ મળી છે.
ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ પહોંચ્યા હતા જો કે, બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા. ત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ પહોંચ્યા હતા
નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતો
ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે. વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાઈ હતી જો કે, આ અરજી નકારી દેવામાં આવી હતી. અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમની વિધાનસભાને પણ નુકસાન જઈ રહ્યું છે. જો આ શરતો દૂર નહીં કરાઇ તો તેઓને ચૂંટણીમાં ન્યાય મળી શકશે નહીં. આથી હાઇકોર્ટે 12 જુન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતો. જેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જો કે, સુપ્રીમે તે અરજી ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી હવે હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કે, મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જાય છે. અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યો હતો. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યોહતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં જંગલખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
શું હતો સમગ્ર મામલો
ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું. બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું તે હજી મળતી નથી, તપાસ ચાલુ છે. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.
ચૈતર વસાવા સામે પહેલાના ગુનાઓ
• વર્ષ 2014માં ડેડિયાપાડા પોલીસ મથકે IPCની ऽलम 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો
• વર્ષ 2018માં ડેડિયાપાડા પોલીસ મથકે IPCની ४लम 115, 116, 120 (B), 147, 148, 149, 395, 427, 450 अंतर्गत गुनो
• વર્ષ 2017માં ડેડિયાપાડા પોલીસ મથકે IPCની ऽलम 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો
• ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2019માં IPCની ऽलम 354 (A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008
• ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2020માં IPCની 5लम 188, 120B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો
• કોરોનાકાળ વર્ષ 2021માં ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ
એક્ટની કલમ 51(B) મુજબ ગુનો
• વર્ષ 2021માં ડેડિયાપાડા પોલીસ મથકે IPCની ऽलम 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો
• ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2021માં IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો
ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો
• ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2022માં IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો
• રાજપીપળા પોલીસ મથકે IPCની કલમ IPCની ऽलम 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો
• કેવડિયા પોલીસ મથકે IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો
ઉપરાંત અગાઉના એક કેસમાં ચૈતર વસાવા ગુનેગાર સાબિત થયા હતા. પરંતુ તેમને પ્રોબેશન ઓફ ઓફેંડર્સ એક્ટ અંતર્ગતની જોગવાઇઓનો લાભ અપાયો હતો. છત્તા ચૈતર વસાવાએ તેનો ભંગ કરીને આ ગુનો આચર્યો હતો.
More Stories
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***
ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો*
*હાંસોટ એપીએમસી ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ સહભાગી બન્યા*