આજથી સરકાર દ્વારા ત્રણ નવા ક્રિમિનલ કાયદા લાગુ, કરાતા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એ,એસ,પી ગૌરવ અગ્રવાલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ – આજ થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એસપી સાહેબની અધ્યક્ષતામાં આ કાયદાને લઈને ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી આ બેઠકમાં સીપીઆઈ સાહેબ બોડેલી પીએસઆઇ સહિત બોડેલી ગામના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર