October 12, 2024

જુનાગઢ પોલીસ દ્વારા લોકાભિમુખ અભિગમ સાથેનો કાર્યક્રમ “તેરા તુજકો અર્પણ” માં અરજદારોને ૧,૯૮,૫૫,૨૫૪/- નો મુદ્દામાલ પરત અપાવતી જૂનાગઢ પોલીસ

Share to

જૂનાગઢ પોલીસના લોકાભિમુખ અભિગમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના નાગરિકો દ્વારા કરવામા આવેલ ફરિયાદો અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામા આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ જણસો જેવી કે, રોકડ, ઝવેરાત, વાહનો તથા મોબાઇલ ફોન કબજે કરી નાગરિકોને તેમનો કિંમતી મુદ્દામાલ પરત સોંપવા સારૂ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ડી.ટી.સી. હોલ, પોલીસ હેડ ક્વાર્ટર, જૂનાગઢ ખાતે આયોજિત કરવામાં આવેલ.

– શ્રી નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક, જૂનાગઢ, શ્રી બી.સી.ઠક્કર ના.પો.અધિ. કેશોદ વિભાગ, શ્રી ડી.વી.કોડીયાતર ના.પો.અધિ. માંગરોળ વિભાગ તથા અન્ય પોલીસ અધિકારી શ્રીઓ/ કર્મચારીશ્રીઓ અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેલ.

– શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક, જૂનાગઢ દ્વારા પોતાના પ્રસંગોચિત્ત ઉદ્દબોધનની શરૂઆત સૌ કોઇને કાર્યક્રમમાં હાજર રહેવા બદલ અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમમા આજરોજ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન તથા બ્રાંચના મળી નીચે દર્શાવ્યા મુજબ ભોગ બનનાર કે અરજદારશ્રીઓને કુલ કિ.રૂ. ૧,૯૮,૫૫,૨૫૪/- નો મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ.


> જૂનાગઢ પોલીસ દ્વારા લોકાભિમુખ અભિગમ સાથેના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનુ સુંદર આયોજન કરી અરજદાર/ ભોગ બનનારને મોબાઇલ, વાહનો
,કિંમતી દાગીના/ ધાતુઓ તથા અન્ય જણસો મળી કુલ રૂ. ૧,૯૮,૫૫,૨૫૪/-ની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવાનો પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to